________________
૩૫૬
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
તે પ્રકારે ભાગવાય છે. એક ટૂંક છે અને એક રાજા છે એમ જે વિચિત્રતા જગતમાં જણાય છે તેનું કારણ પણુ જે પ્રકારે શુભાશુભ એધ્યાં છે તે પ્રમાણે જીવ ભાગવે છે. તેથી જીવ કર્મના ભક્તા સાબિત થાય છે.
શિષ્યઃ શુભાશુભ કર્મનું ફળ ઇશ્વર આપે છે એમ માનીએ તા જીવ ભાક્તા છે એમ સમજાય, પણ એમ માનતાં એટલે ઇશ્વરને ઉપાધિવાળા માનતાં ઇશ્વરનું ઇશ્વરપણું ટળીને જીવપણું પ્રાપ્ત થાય છે. તા શ્વર વિના સુખદુઃખ કાણુ આપે ?
સદ્ગુરુઃ ઝેર અને અમૃત પેાતાના સ્વભાવપણે ખાનારને ફળ આપે છે તેમ આઠે કર્માં પેાતાના સ્વભાવપણે જીવને ફળ આપે છે. તેથી ઈશ્વરને ફળ આપનાર માનવાની કંઈ જરૂર રહેતી નથી.
શિષ્યઃ ઇશ્વરને ન માનીએ તે આ ભવમાં કરેલાં પુણ્યનું ફળ સ્વર્ગમાં કાણુ આપે ? તથા દુષ્ટ કર્મની શિક્ષા આપવા નરકની રચના કોણ કરે ? અને નિયમિતપણે સારાં કર્મનું ફળ સારું જ મળે નહીં તે પછી જગતમાં નીતિ વગેરેની વ્યવસ્થા ક્યાંથી રહે ?
સદ્ગુરુઃ શુભાશુભ કર્મનાં ભાગવવા યેાગ્ય ફળ મળે તેવાં દ્રવ્ય, સ્થાન અને સ્વભાવની વ્યવસ્થા અનાદિ સિદ્ધ જગતમાં છે; અને કર્મોનુસાર ભાવનાના બળે જીવ કર્મ કેવી રીતે અંધે છે અને કેટલા કાળ સુધી કયે સ્થળે કેટલા રસે તે કર્મનું ફળ ભાગવશે વગેરે વિષે ગહન શાસ્ત્રા લખાયાં છે તે વાત અત્યંત સંક્ષેપમાં અહીં જણાવી છે. જીવની યેાગ્યતા વધતાં તે પ્રગટ સમજી શકાય તેમ છે.
૫કતા ભેક્તા જીવ સાબિત થયા પછી મેાક્ષપદ વિષે શંકા ઉત્પન્ન થવાથી શિષ્ય પ્રશ્ન કરે છેઃ
શિષ્યઃ જીવ કર્મ કરે છે અને ભગવે છે ખરા, પણ તે સર્વ કર્મથી મુક્ત થઈ શકે કે કેમ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org