________________
ચરોતર પ્રદેશમાં વિચરવું
૧૪૩
એકત્ર મળે ત્યારે સહજ બોધ રૂપે કરુણ કરતા. રાળજમાં પણ તેવી રીતે બેધના પ્રસંગ બનેલા અને વડવામાં તો ખંભાતના ઓળખીતા ઘણું મુમુક્ષુઓ આવતા હોવાથી દરરોજ બેધપ્રવાહ વહેત. આણંદ, કાવિઠા, રાળજ ને વડવાના બોધમાંથી સ્મૃતિમાં રહેલા વિચારે ઘણખરા શ્રીમદ્ભા શબ્દોમાં પ્રભાવશાળી સ્મરણશક્તિવાળા ભાઈશ્રી અંબાલાલભાઇએ લખી રાખેલા તે “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં “ઉપદેશ છાયા' નામથી પ્રસિદ્ધ થયા છે.
એક દિવસે સવારમાં છ મુનિઓમાંના મુનિશ્રી મેહનલાલજી વડવા દર્શન સમાગમાથે ગયેલા; તે વખતે શ્રીમદ્ કઈ મુમુક્ષુના પત્રને ઉત્તર લખવામાં એકાગ્ર થયેલા જોઈ, દર્શન કરી તે એક બાજુ બેઠા. તેમના સામી શ્રીમદે દૃષ્ટિ પણ કરી નહિ. તે મુનિ લખે છેઃ “તેમની લેખિની એક ધારાએ અખ્ખલિતપણે ચાલતી હતી. આવી રીતે લેખનકાર્યમાં પ્રવૃત્ત રહીને પણ અંતર દશા અલૌકિક વર્તે છે, એવું પ્રત્યક્ષ જણાઈ આવતું હતું.” પત્ર સંપૂર્ણ લખાઈ રહ્યા પછી મુનિ મોહનલાલજીએ તેમને પ્રશ્ન કર્યોઃ “મારે આત્મકલ્યાણ માટે કેમ વર્તવું? સ્મરણ શાનું કરવું?”
શ્રીમદે ઉત્તર આપ્યોઃ “મુનિશ્રી લલ્લુજી મહારાજ તમને જણાવશે. તેમની આજ્ઞાએ ચાલશે તે તેમાં તમારું કલ્યાણ છે.”
શ્રી લલ્લુજીને શ્રીમદે એકાંતમાં જણાવ્યું હતું. “હે! મુનિ, આત્મા ઊંચી દશા પર આવે એમ કર્તવ્ય છે. શ્રી ભાગ્યભાઈની દશા બહુ સારી ઊંચી હદ ઉપર આવી છે અને અમારી દશા તેથી વિશેષ નિર્મળ, ઊંચી હદ ઉપર છે.” બધા મુનિઓની પણ વર્તમાન દશા તથા મુખ્ય ગુણદોષ સ્પષ્ટ કહી તેમની યોગ્યતા આંકી બતાવી હતી. પછી બીજા મુનિઓ માટે શ્રીમદે કહ્યું “તમે તેમને મંત્ર આપજો.”
છઠ્ઠા દિવસે વડવામાં શ્રીમદે મુનિઓ પ્રત્યે કહ્યું: “તમે ગૃહ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org