________________
ચરોતર પ્રદેશમાં વિચરવું
૧૪૧
પરમકૃપાળુ દેવને સંદેશા કહીને તેમને શ્રી સેાભાગ્યભાએ શ્રમદે જણાવેલા મંત્ર કહી સંભળાવ્યા અને પાંચ માળાએ રાજ ફેરવવાની આજ્ઞા કરી છે એમ જણાવ્યું. શ્રી લલ્લુજીને આથી ઘણા સંતોષ થયેા. ગ્રીષ્મના તાપ દૂર કરતી વર્ષાઋતુની વૃષ્ટિથી અને પવનથી શાંતિ વળે તેમ પરમકૃપાળુની આ કરુણા રૂપ વૃષ્ટિથી તથા સમાગમની આશા રૂપ પવનથી શ્રી લલ્લુજીના હૃદયમાં વિરહાગ્નિને સંતાપ દૂર થઈ શાંતિ વળી અને સમાગમ થશે એમ જાણી આનંદ થયા.
શ્રી સાભાગ્યભાઇ અને શ્રી અંબાલાલ બન્ને પાછા રાળજ ગયા અને ડુંગરશી ગેાસળી કાઠિયાવાડ ગયા.
શ્રી લલ્લુજીના સમાગમને લીધે બીજા પાંચ મુનિઓને પણ શ્રીમદ્ પ્રત્યે પ્રેમ જાગેલા; તેથી શ્રીમદ્ ખંભાત પાસે વડવા મુકામે પધારવાના ચેક્કસ સમાચાર મળતાં સાતે મુનિએ શ્રીમદ્ની સામે ગયા. રાળજથી રથમાં એસીને શ્રીમદ્ તથા શ્રી સેાભાગ્યભાઇ આવતા હતા. મુનિઓને દીઠા ત્યારે શ્રી સેાભાગ્યભાઈ રથમાંથી ઊતરી વડવાના મકાન સુધી મુનિએ સાથે ચાલ્યા.
tr
પછી શ્રીમદે છએ મુનિઓને એકાંત સ્થળે વડવામાં લાવ્યા. બધા મુનિએ નમસ્કાર કરી શ્રીમના ચરણકમળ પાસે બેઠા. શ્રી લલ્લુજીનું હૈયું ભરાઇ આવ્યું અને મેલ્યાઃ “ હે ! નાથ, આપના ચરણુકમળમાં મને નિશદિન રાખો. આ મુહુપત્તી મારે જોઇતી નથી.” એમ કહી તેમણે શ્રીમદ્ના આગળ મુહુપત્તી નાખી અને આંખમાં અશ્રુ ઉભરાતાં ગદ્ગદ્ વાણીથી ખેલ્યાઃ “ મારાથી સમાગમના વિરહ સહન થતા નથી. આ દૃશ્ય જોઇ શ્રીમદનું કામળ હૃદય પણ રડી પડયું, તેમની આંખમાંથી સતત અત્રુપ્રવાહ વહેવા લાગ્યાઃ કેમે કર્યાં અટકે નહિ. શ્રી લલ્લુજી સ્વામીના મનમાં પણ એમ આવ્યું કે મેં આ શું કર્યું ? અહા ! ભક્તવત્સલ ભગવાન, ભારે અવિનય અપરાધ થયેા હશે? હવે શું કરું? ઇત્યાદિ પશ્ચાત્તાપના
$5
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org