________________
૧૪૦
શ્રીમદ રાજચંદ્ર જીવનકળ આટલે પાસે હોવા છતાં દર્શન થયાં નહિ તેથી મનમાં વ્યાકુળતા રહેતી. એક દિવસે સમાગમને વિરહ સહન ન થઈ શકવાથી ચાલતા ચાલતા રાળજની સીમમાં આવ્યા અને શ્રીમદ્દ રહેતા હતા તે મુકામથી થડે દૂર ઊભા રહી ખેતરમાંથી ગામમાં જતા એક માણસ સાથે શ્રી અંબાલાલભાઇને કહેવરાવ્યું કે એક મુનિ આવ્યા છે તે તમને બોલાવે છે. શ્રી અંબાલાલ આવ્યા અને શ્રી લલ્લુજીને ઠપકે દેતાં કહ્યું: “તમને આજ્ઞા નથી અને કેમ આવ્યા છો ?” તેમણે ઉત્તર આપ્યોઃ “આજ્ઞા મગાવવા માટે તે હું અહીં ઊભો રહ્યો છું. તમને આજ્ઞા વિરુદ્ધ લાગતું હોય તો હું પાછો જતો રહું.” શ્રી અંબાલાલે કહ્યું. “ના, એમ તો જવા ન દઉં, મને ઠપકો મળે માટે કૃપાળુદેવ (શ્રીમજી) આજ્ઞા કરે તેમ કરે. હું પૂછી આવું છું.” પછી શ્રી અંબાલાલે શ્રીમદ્જી પાસે જઈને મુનિશ્રી આવ્યાની ખબર કહી એટલે શ્રીમદે કહ્યું: “મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતું હોય તે હું તેમની પાસે જઈને દર્શન કરાવું અને તેમના ચિત્તને વિષે શાંતિ રહે તે ભલે ચાલ્યા જાય.” શ્રી અંબાલાલે આવીને મુનિશ્રીને તે પ્રમાણે કહી સંભળાવ્યું. તે સાંભળી મુનિશ્રીએ કહ્યું: “આજ્ઞાનું પાલન થાય તેમ મારે કરવું, માટે હું પાછો ચાલ્યા જાઉં છું.” ખેદ ખિન્ન થઈ પિતાના ભાગ્યને દેષ દેખતા શ્રી લલ્લુજી સ્વામી વિરહાગ્નિથી સંતાપ પામતાં આંખમાંથી ઝરતી આંસુધારા લુંછતા લુછતા ખંભાત તરફ પાછા ફર્યા. ખંભાત જઈ તે રાત્રિ પરાણે વ્યતીત કરી. બીજે દિવસે ખબર મળ્યા કે શ્રી અંબાલાલ, શ્રી સોભાગ્યભાઈ અને ડુંગરશી ગોસળીઆને રાળજથી શ્રીમદે ખંભાત મેકલ્યા છે. શ્રી સોભાગ્યભાઈ ઉપાશ્રયમાં આવ્યા અને શ્રી લલ્લુજીને આશ્વાસન રૂપે કહ્યું: “પરમકૃપાળુ દેવ તમને સમાગમ કરાવશે અને આપને
કહેવા યોગ્ય જે વાત કહી છે તે આપને એકલાને જ જણાવવાની છે.” છે તેથી શ્રી અંબાલાલભાઈને ત્યાં જઈને તે બન્ને એકાંતમાં બેઠા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org