________________
૧૩૬
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
કહે કે આજે વિશેષ અભિમાન કર્યું; ધ્યાન કરી રહ્યા પછી કહેતા કે તમે તરંગ કરે છે. શ્રી દેવકરણુજી કંઈ ઉત્તર આપતા નહિ. પણ શ્રીમદ્ સુરત પધારવાના હતા તે વખતે પૂછવાનું તેમણે નક્કી કરી રાખ્યું હતું.
એક દિવસે શ્રીમદ્ સુરત પધારેલા ત્યારે મુનિએ પાસે આવ્યા. તે વખતે શ્રી દેવકરણુજીએ પ્રશ્ન પૂછ્યા “ શ્રી લલ્લુજી મહારાજ મને, વ્યાખ્યાન આપી આવું ત્યારે અભિમાન કર્યું કહે છે, ધ્યાન કરું છું તેને તરંગ રૂપ કહે છે, તે શું વીતરાગ પ્રભુ એમનું કરેલું સ્વીકારે અને મારુ ન સ્વીકારે એવા પક્ષપાતવાળા હશે ? ''
tr
શ્રીમદ્દે શાંતિથી કહ્યું: “ સ્વચ્છંદથી જે જે કરવામાં આવે છે તે સધળું અભિમાન જ છે, અસસાધન છે; અને સદ્ગુરુની આજ્ઞાથી જે કરવામાં આવે છે તે કલ્યાણકારી ધર્મરૂપ સત્સાધન છે.”
ચેોમાસુ સુરતમાં પૂરું કરી શેષ કાળ નિર્ગમન કરવા મુનિએ કઠોર ક્ષેત્રે રહ્યા હતા. ત્યાં શ્રી લલ્લુજીએ સં. ૧૯૫૧માં સત્તર ઉપવાસ કર્યાં હતા.
શ્રીમદ્ કઠેરમાં એક વખત પધાર્યાં હતા અને ઉપાશ્રયમાં મેડા ઉપર જ ઊતર્યાં હતા. તેથી ઉપર જતા પહેલાં શ્રી લલ્લુજીએ શ્રી દેવકરણુજીને કહ્યું કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા હાય તે। વિનય નમસ્કારાદિ કરવા પડે. શ્રી દેવકરણુજીએ કહ્યું: “ આપણે એ મુનિએ જ જઇએ તેા હું નમસ્કારાદિ કરીશ.” તેથી ચતુરલાલજી મુનિને નીચે રાખી ખન્ને ઉપર ગયા; અને વિનય નમસ્કારાદિ કરી શ્રીમદ્દે તેમને ઉત્તમ એધ રૂપી પ્રસાદીથી તૃપ્ત કર્યાં. તે વખતે નીચે રહેલા ચતુરલાલજી મુનિને વિચારી થયેા કે લાવને દાદરમાં જઇને જોઉં તો ખરા કે તે શું કરે છે? એમ ધારી દાદરમાં જ તે ગુપ્ત રીતે ડાકિયું કરી જોયું તે બન્ને મુનિએ નમસ્કાર કરતા હતા તેથી
નીચે બેઠા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org