________________
સુરત-કઠેરને સમાગમ
૧૩૭
તેમની વાત ખંભાત જઈ જાહેર કરવી એવા તરંગમાં ચઢી તે નીચે જઈ બેઠા. થોડી વારે શ્રી દેવકરણજી પણ નીચે ગયા અને શ્રી લલુજી ઉપર રહ્યા તેમને શ્રીમદે પૂછયું: “દેવકરણજી આવ્યા અને બીજા મુનિ કેમ ન આવ્યા ?” શ્રી લલ્લુજીએ કહ્યું: “તેની દષ્ટિ સહજ વિષમ છે એટલે ઉપર લાવ્યા નહીં.” પછી શ્રીમદ્ નીચે ઊતર્યા અને ચતુરલાલજી પાસે જઈને બેઠા અને શાંતિપૂર્વક કહ્યુંઃ “મુનિ, અમારે તો તમે અને એ મુનિઓ બન્ને સરખા છે; સર્વ પ્રત્યે અમારે સમદષ્ટિ છે. તમે પણ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાચવી રાખજે; તેમાં ચૌદ પૂર્વને સાર છે.” આટલા જ સમાગમથી ચતુરલાલજીની વૃત્તિ પલટાઈ ગઈ; અને વિષમ દૃષ્ટિ ટળીને આસ્થા થઈ
બીજે દિવસે શ્રીમદ્દનું મુંબઈ જવું થયું અને થોડા દિવસ પછી મુનિઓને સુરતમાં ચાતુર્માસ નક્કી થયેલું હોવાથી તે સુરત પાછા આવ્યા.
સુરતના એક લલ્લુભાઈ ઝવેરી દશબાર માસથી માંદા રહેતા અને શ્રી લલ્લુજીને પણ દશબાર માસથી તાવ આવ્યા કરે. કોઈ દવાથી ફાયદો ન થયા અને મંદવાડ વધી ગયે. ઝવેરી લલુભાઈને દેહ છૂટી ગયા અને શ્રી લલ્લુજી સ્વામીને પણ ચિંતા થવા લાગી કે વખતે દેહ છૂટી જશે તેથી પરમકૃપાળુ શ્રીમદ્જીને તેમણે ઉપરાઉપરી પત્ર લખીને વિનંતિ કરીઃ “હે ! નાથ, હવે આ દેહ બચે તેમ નથી, અને હું સમકિત વિના જઈશ તો મારે મનુષ્યભવ વૃથા જશે. કૃપા કરીને મને હવે સમઝીત આપે.” તેના ઉત્તરમાં શ્રીમદે
અનંત કૃપા કરીને છ પદને પત્ર લખે; અને સાથે જણાવ્યું કે દેહ છૂટવાને ભય કર્તવ્ય નથી. શ્રીમદ્દ સુરત પધાર્યા ત્યારે તે “છ પદના પત્રનું વિશેષ વિવેચન કરી તેને પરમાર્થ શ્રી લલ્લુજીને સમજાવ્યા અને તે પત્ર મુખપાઠ કરી વારંવાર વિચારવાની તેમને ભલામણ કરી હતી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org