________________
સુરત-કંઠીરના સમાગમ
૧૩૫
“ શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયાગથી કરી કરી છૂટવાની ભલામણ કરી છે અને તે સંયેાગને વિશ્વાસ પરમ જ્ઞાનીને પણુ કર્તવ્ય નથી એવા અખંડ માર્ગે કહ્યા છે તે શ્રી જિન વીતરાગના ચરણકમળમાં ભક્તિથી નમસ્કાર.
“ આત્મસ્વરૂપના નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુતજ્ઞાન સ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશ યાગ્ય એવું ‘આચારાંગ' સૂત્ર છે; તેના પ્રથમ શ્રુતસ્કંધમાં, પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશમાં, પ્રથમ વાક્યે, જે શ્રી જિતે ઉપદેશ કર્યો છે, તે સર્વે અંગના સર્વ શ્રુતજ્ઞાનના સાર સ્વરૂપ છે; મેક્ષના ખીજભૂત છે; સમ્યકત્વ સ્વરૂપ છે. તે વાક્ય પ્રત્યે ઉપયાગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે, તે છૂટવાના માર્ગ નથી.
rr
“ સર્વે જીવનું પરમાત્માપણું છે, એમાં સંશય નથી; તે। પછી શ્રી દેવકરણજી પેાતાને પરમાત્મ સ્વરૂપ માને તે। તે વાત અસત્ય નથી; પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં, ત્યાં સુધી મુમુક્ષુ-જિજ્ઞાસુ-રહેવું તે વધારે સારું છે; અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. માર્ગે મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી; તથા શ્રી જિન વીતરાગ–સર્વજ્ઞ પુરુષોની અશાતના કરવા રૂપ પ્રવૃત્તિ થાય છે. ખીજો કંઈ મતભેદ નથી. મૃત્યુનું અવશ્ય આવવું છે.”
આવા પ્રસંગેામાં માથે ગુરુ હાય તા ગુરુકૃપાથી જીવ બચી શકે છે; નહિ તેા પેાતાને પાતાના દાષા સૂઝતા નથી અને દોષોને ગુરુ માની દાષામાં જીવ મગ્ન રહે છે.
શ્રી લલ્લુજી સાથે શ્રી દેવકરણુજી ધ્યાન કરતા, માળા ફેરવતા અને વ્યાખ્યાન કરતા. શ્રાતા શ્રી લલ્લુજી પાસે નીચે આવીને બહુ પ્રશંસા કરતા કે શ્રી દેવકરણુજી મહારાજે આજે તા બહુ સારું વ્યાખ્યાન આપ્યું. પરંતુ શ્રી દેવકરણુજીનીચે આવે ત્યારે શ્રી લલ્લુજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org