________________
૧૫
છે, હું જાણું છું,
મંદ કરાવવા શી
વેદાંતનાં શા
સુરત-કઠરનો સમાગમ શ્રી દેવકરણજીને જૈન શાસ્ત્રને એટલો બધે અભિનિવેશ હતો કે તે શ્રી લલ્લુજીને વારંવાર કહેતા કે શ્રીમદ્દ સૂત્રથી બહાર શું બતાવવાના છે? અને સૂત્રે તે મેં વાંચ્યાં છે, હું જાણું છું. આ શાસ્ત્ર અભિનિવેશ મંદ કરાવવા શ્રીમદે તેમને “યોગવાસિષ્ઠ’ આદિ વેદાંતનાં શાસ્ત્ર વાંચવા આપ્યાં હતાં. સુરતમાં તે મુનિઓનું ચોમાસુ સં. ૧૯૫૦માં હતું તે વખતે શ્રી દેવકરણજી તે વેદાંતના ગ્રંથો વાંચતા હતા. સુરતમાં વેદાંતના જાણકાર ઘણું ભાઈઓ હતા, તેમના સમાગમમાં આવવાથી અને વેદાંતના વિશેષ વાચનથી દેવકરણછ પિતાને પરમાત્મા માનવા લાગ્યા. શ્રી લલ્લુજીએ તે વાત શ્રીમદ્જીને નિવેદન કરી એટલે એકાંતવાદમાં ન તણુઈ જવા માટે શ્રી દેવકરણજીને ઉત્તરાધ્યયન આદિ જૈન સૂનું પુનરાવલોકન કરવા ફરમાવ્યું. શ્રીમદે એક પત્ર શ્રી લલ્લુજી ઉપર લખી શ્રી દેવકરણજીને ઠેકાણે લાવવા જે ઉપદેશ આપે છે તે સર્વને બહુ વિચારવા યોગ્ય હેવાથી તે અત્રે આ છેઃ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org