________________
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા
એક દિવસે શ્રી લલ્લુજી એકલા ગયા હતા ત્યારે એક જણને દીક્ષા આપવા વિષે વાત થઈ ત્યારે શ્રીમદે જણાવ્યું: “તમે દીક્ષા ન આપશે; દેવકરણજીને ચેલા કરવા હોય તે ભલે કરે.” દેવકરણજીએ દીક્ષા આપી હતી પણ થોડા વખત પછી પુરુષની નિંદામાં પડી ગાંડે થઈ સંઘાડે છોડી ને જતો રહ્યો હતો.
શ્રી લલ્લુજીએ શ્રીમને તેમને ચિત્રપટ આપવા આગ્રહ કર્યો પણ તેમણે કંઈ ધ્યાન આપ્યું નહિ. પછી બહુ આગ્રહ કર્યો ત્યારે નીચેની ગાથા સ્વહસ્તે લખી આપીઃ
" संबुज्झहा जतवो माणुसत्तं, दळुभयं बालिसेणं अलंभो । एगंत दुख्खे जरिएष लोए, सकम्मणा विपरियासु वेइ ॥
અર્થ–હે ! તમે બેધ પામે, બેધ પામે, મનુષ્યપણું મળવું ઘણું જ દુર્લભ છે, એમ સમજે; અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે, એમ સમજે; આખો લોક કેવળ દુઃખથી બળ્યા કરે છે, એમ જાણો; અને પિતાનાં ઉપાર્જિત કર્મો વડે ઈચ્છા નથી છતાં પણ જન્મ મરણાદિ દુઃખને અનુભવ કર્યા કરે છે, તેને વિચાર કરે.”
થોડા દિવસ પછી “સમાધિ શતક'માંથી સત્તર ગાથા શ્રી લલ્લુજીને શ્રીમદે વાંચી સંભળાવી અને તે પુસ્તક વાંચવા વિચારવા આપ્યું. તે પુસ્તક લઈ દાદરા સુધી ગયા એટલે પાછા બેલાવી “સમાધિ શતકના પહેલા પાના ઉપર નીચેની અપૂર્વ લીટી લખી આપીઃ
“આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળ જ્ઞાન રે.”
.
એક દિવસે શ્રી લલ્લુજીએ શ્રીમદને પૂછ્યું: “આ બધું મને ગમતું નથી, એક આત્મભાવનામાં નિરંતર રહું એમ ક્યારે થશે?”
શ્રીમદે કહ્યું: “બોધની જરૂર છે.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org