________________
મુંબઈમાં મુનિસમાગમ
૧૩૧
દેવકરણુજીએ કહ્યું: “હજારેક માણસની પર્ષદા ભરાય છે.” શ્રીમદે પૂછ્યું: “સ્ત્રીઓની પર્ષદા જોઈ વિકાર થાય છે?” દેવકરણજી બોલ્યાઃ “ કાયાથી થતું નથી; મનથી થાય છે.”
શ્રીમદે કહ્યું: “મુનિએ મન, વચન, કાયા ત્રણે યોગથી સાચવવું જોઈએ.”
દેવકરણજીએ આક્ષેપ કરતાં કહ્યું: “તમે ગાદીતકિયે બેસે છે અને હીરામાણેક તમારી પાસે પડેલા હોય છે, ત્યારે તમારી વૃત્તિ નહિ ડહળાતી હોય?”
શ્રીમદે કહ્યું: “મુનિ, અમે તે કાળકૂટ વિષ દેખીએ છીએ, તમને એમ થાય છે ?”
આ સાંભળી દેવકરણછ સજજડ થઈ ગયા. શ્રીમદે પૂછયું: “તમે કોણ છો?”
દેવકરણજીએ કહ્યું: “જેટલો વખત વૃત્તિ સ્થિર રહે તેટલો વખત સાધુ છીએ.”
શ્રીમદે ફરી પૂછયું: “તેવી રીતે તે સંસારીને પણ સાધુ કહેવાય ખરા કે ?”
શ્રી દેવકરણજી મૌન રહ્યા.
પછી શ્રીમદે કહ્યું “હે ! મુનિ, નાળિયેરને ગોળ જેમ જુદ રહે છે તેમ અમે રહીએ છીએ. વીતરાગ માર્ગમાં સમ્યફ દૃષ્ટિનું સ્વરૂપ શું છે ? નાળિયેરમાં રહેલો ગોળો નાળિયેરથી ભિન્ન છે, તેમ સમ્યફદષ્ટિ સર્વથી જુદે રહે. તે સમજાયું નથી અને જીવ સમ્યફ 'સમ્યફ સાંપ્રદાયિક બુદ્ધિએ કહે છે તેને સમ્યફ જાણે છે ?” - દેવકરણજીએ ઉત્તર આપ્યોઃ “તે સમ્યફ ન કહેવાય.”
શ્રીમદે કહ્યું: “સમકતનું સ્વરૂપ કોઈ બીજું હોવું જોઈએ, એ વિષે તમે વિચારજે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org