________________
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા
"जे अबुद्धा महाभागा, वीरा असंमत्त दंसिणो । असुद्धं ते सिं परकंत सफलं होइ सव्वसो ॥ जेय बुद्धा महाभागा धीरा सम्मत्त दंसिणो । सुद्धं ते सिं परकंतं अफलं होइ सेव्वसों ॥"
એ ગાથાઓ જોઈને શ્રીમદે કહ્યું “લેખનદેષ નથી, બરાબર છે. તેને ભાવાર્થ એ છે કે મિથ્યાદષ્ટિની ક્રિયા સફળ છે, ફળે કરીને સહિત છે; અર્થાત તેને પુણ્ય-પાપ ફળનું બેસવાપણું છે. સમ્યફ દષ્ટિની ક્રિયા અફળ છે, ફળ રહિત છે; તેને ફળ બેસવાપણું નથી અર્થાત નિર્જરા થાય છે. એકની (મિથ્યા દૃષ્ટિની ) ક્રિયાનું સંસારહેતુક સફળપણું; અને બીજાની (સમ્યફ દૃષ્ટિની) ક્રિયાનું સંસારહેતુક અફળપણું; એમ પરમાર્થ સમજવા યોગ્ય છે.” બધાને તે અર્થ પસંદ પડે. ઘણા વખતથી સંશય રહ્યા કરતા તેનું સમાધાન થયું. તે ઉપરથી દેવકરણજી મુનિને લાગ્યું કે આ કોઈ મહાબુદ્ધિશાળી પુરુષ છે અને શ્રી લલ્લુજી મહારાજ કહેતા હતા તે સાચું છે. અવિરતિ સમ્યફ દૃષ્ટિની પણ નિંદા કરવામાં મહાપાપ છે એમ શ્રી દેવકરણજીની માન્યતા હોવાથી તે શ્રીમદુની પહેલાં પણ કદી નિંદા કરતા નહિ.
શ્રી લલ્લુજી જ્યારે શ્રીમદ્દન સમાગમાથે તેમના મુકામે જતા ત્યારે તેમને કહેતા કે દેવકરણછ બેધ પામે તે ઘણું જીવોને લાભ થાય, અને સૌને જવાબ આપે; ત્યારે શ્રીમદ્દ કહેતાઃ “એ વાત જવા દે.” તથાપિ વારંવાર તે વાત શ્રી લીલુછ સંભારતા એટલે શ્રી દેવકરણજીને સાથે તેડી લાવવા રજા આપી.
એક દિવસ તે બે મુનિએ શ્રીમની પાસે આવ્યા ત્યારે શ્રીમદે દેવકરણજી મુનિને પૂછ્યું: “વ્યાખ્યાન કોણ આપે છે ? પર્ષદા કેટલી ભરાય છે?”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org