________________
મુંબઈમાં સુનિસમાગમ
૧૨૯
શ્રી લલ્લુજી સ્વામીએ કહ્યું: આપનાં દર્શન સમાગમની ભાવનાને લીધે અહીં ચાતુર્માંસ કર્યું છે.”
શ્રીમદ્દે પૂછ્યું: “ અહીં આવતાં તમને કાઈ આડખીલ કરે છે ? ” સ્વામીજીએ કહ્યુંઃ ના; હમેશાં અહીં આવું તેા કલાકના સમાગમ મળશે ? ''
66
શ્રીમદે કહ્યું: “ મળશે.
અવસરે અવસરે શ્રી લલ્લુજી શ્રીમના સમાગમાર્થે પેઢી ઉપર જતા. તેમને દેખીને તે દુકાન ઉપરથી ઊઠી એક જુદી પાસેની આરડીમાં જઈ સુયગડાંગ સૂત્ર વગેરેમાંથી તેમને સંભળાવતા,
સમજાવતા.
"C
""
એક દિવસે ખંભાતથી સુંદરલાલ કરીને એક યુવાન વાણિયા મુંબઈ આવેલા તે શ્રીમના પરિચયી હતા. તેમને શ્રી દેવકરણુજીએ કહ્યું: “મે... શ્રીમદ્ભુ દીઠા નથી તે તે અત્રે પધારે તે! જોઉં તા ખરા કે તે કેવા પુરુષ છે ?
""
સુંદરલાલ કહેઃ “ હું તેમને અહીં તેડી લાવીશ.
Jain Educationa International
સુંદરલાલ સાથે શ્રીમદ્ ચીચપાકલીના ઉપાશ્રયે પધાર્યાં એટલે ચારે મુનિએ પાટ ઉપરથી નીચે બેઠા. અને સૂત્ર કૃતાંગની લખેલી પ્રતમાં ગુંદરના અક્ષરની લિપિ હેાવાથી કેટલાક અક્ષરા મૂળ પાઠમાંના ઊડી ગયા હતા તેથી અર્થ સમજાતા નહાતા તે બતાવી શ્રી દેવકરણુજી મુનિએ પૂછ્યું: અહીં કયા કયા અક્ષરા જોઇએ ? અને તેને શે અર્થ થાય છે?''
""
""
શ્રીમદે તે મૂળ પાઠના અક્ષરે તથા તેને અર્થ કહી બતાવ્યા. પછી શ્રી દેવકરણજીએ નીચેની બીજી મે ગાથાઓ .સૂત્રકૃતાંગની બતાવી અને કહ્યું: “ જ્યાં સફળ છે ત્યાં અફળ હોય અને જ્યાં અફળ છે ત્યાં સફળ હોય તે અર્થે ડીક બેસે છે. તે આ ગાથામાં લેખનદ્વેષ છે કે બરાબર છે?''
For Personal and Private Use Only
www.jainelibrary.org