________________
ભગતના ગામના ભક્તશિરોમણિ શ્રી ભાગ્યભાઈ ૧૧૩ તેમણે પિતાના નિર્મળ જ્ઞાનથી જાણ્યું કે ભાગ્યભાઈ નામના માણસ “બીજજ્ઞાન’ની વાત બતાવવા આવે છે તેથી એક કાગળની કાપલી ઉપર તે જે કહેવા ધારતા હતા તે લખી રાખી ગાદી પાસેના ગલ્લામાં કાપલી મૂકી. સોભાગ્યભાઈ આવ્યા એટલે શ્રીમદ્દ બોલ્યા:
આવો, સેભાગ્યભાઈ સેભાગ્યભાઈને નવાઈ લાગી કે મને એ ઓળખતા નથી, અને નામ દઈને કયાંથી લાવ્યા? પરંતુ તે કંઈ પૂછે તે પહેલાં શ્રીમદે કહ્યું: “આ ગલામાં એક કાપલી છે તે કાઢીને વાંચે.”
ભાગ્યભાઈએ કાપલી કાઢી વાંચી જોઈ તે તેમના આશ્ચર્યને પાર રહ્યો નહિ. તેમને જે વાત કરવી હતી તે બધાનું લખાણ જોઈ તેમને એમ થયું કે આ કેઈ અલૈકિક જ્ઞાન પામેલા મહાપુરુષ છે. એમને મારે શું બતાવવાનું હોય? મારે ઊલટું તેમની પાસેથી વિશેષ જ્ઞાન મેળવવું. પરંતુ તેમના જ્ઞાનની વિશેષ પરીક્ષા કરવા તેમણે શ્રીમદ્દને પૂછ્યું: “સાયલામાં અમારા ઘરનું બારણું કયી દિશામાં છે?” શ્રીમદે અંતર જ્ઞાનથી જાણું યથાર્થ ઉત્તર દીધે એટલે સોભાગ્યભાઈએ કહ્યું કે આપનું જ્ઞાન સાચું છે.
આ પ્રથમ પ્રસંગથી સોભાગ્યભાઇને શ્રીમદ્દ પ્રત્યે પૂજ્યબુદ્ધિ થઈ હતી. પણ ડુંગરશી ગોસળીઆ કરીને એક યોગના અભ્યાસીની તેમને સેાબત હતી અને તેમના કેટલાક ચમત્કાર તથા વાતચીતથી તેમના ઉપર ચેટ થયેલી હતી. પરંતુ શ્રીમદ્દ સાથે તેમને પત્રવ્યવહાર ઘણો રહ્યું અને પૂજ્યબુદ્ધિ વર્ધમાન થઈ પતિવ્રતા જેટલી તેમની પરમભક્તિ થતાં ગેસળીઓ પ્રત્યેની માન્યતા દૂર થઈ એક સત્ય શરણ તે પામ્યા હતા.
એક પત્રમાં શ્રી સોભાગ્યભાઈ સં. ૧૯૫૩ જેઠ શુ. ૧૪ ને રવિવારે શ્રીમને લખી જણાવે છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org