________________
૧૧૨
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા મારી ભૂલ થઈ. મારા આત્માનું કલ્યાણ થાય તેવું મને કંઈ બતાવે.” તેમના ઉપર કૃપા કરીને તે સાધુએ “બીજજ્ઞાન’ બતાવ્યું; સાથે જણાવ્યું કે તમારી ગ્યતા નથી પણ કઈ યોગ્ય પુરુષને તમે આપશે તો તેને જ્ઞાનપ્રાપ્તિ થશે.
એ સાધનનું તે આરાધના કરવા લાગ્યા અને સામાયિક આદિ ક્રિયા માટે અપાસરે જવાનું તેમણે છોડી દીધું; અને હરતાં ફરતાં અમારે સામાયિક છે એમ કહેતા એટલે સ્થાનકવાસી સાધુઓને લાગ્યું કે તે કંઈ મારવાડથી શીખી લાવ્યા છે તે આપણે શીખવું. એક સાધુએ તેમને ઘણો આગ્રહ કર્યો અને કહ્યું “તમે કહેશે તે હું કરીશ, પણ તમે જે સાધન કરે છે તે મને બતાવે.”
લલ્લુભાઈ કહેઃ “હું કહીશ તેમ નહીં બને.” સાધુએ કહ્યું: “બનશે.”
પછી લલ્લુભાઈએ કહ્યું: “સાધુને વેશ ઉતારી, મુમતી છડી નાખી અપાસરે જાઓ.”
સાધુ કહેઃ “એ તે કેમ બને?” લલ્લુભાઈએ કહ્યું: “તે આવ્યા હતા તેમ પાછા પધારે.”
પિતાના પુત્ર ભાગ્યભાઈને લલ્લુભાઈએ “બીજજ્ઞાન' બતાવ્યું હતું. અને કઈ યોગ્ય જીવ હોય તો તેને પણ જણાવવું એમ કહેલું. તેથી શ્રીમદ્દ જ્યારે મેરબીમાં હતા ત્યારે સેભાગ્યભાઇને પણ કામ પ્રસંગે મેરબી જવાનું હતું; એટલે લલુભાઈને તેમણે પૂછયું: “કવિ રાયચંદભાઈ બહુ લાયક માણસ છે એમ આખા કાઠિયાવાડમાં કહેવાય છે. તે હાલ મોરબી છે અને મારે મોરબી જવાનું છે તે આપની આજ્ઞા હોય તે તેમને હું “બીજજ્ઞાન’ બતાવું.” લલ્લુભાઈએ હા પાડી એટલે તે મેરખી ગયા ત્યારે શ્રીમદ્દને મળવા ગયા. તે વખતે શ્રીમદ્ દુકાને બેઠેલા હતા. સોભાગ્યભાઈને આવતા પહેલાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org