________________
૧૧૦
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા જેની અભુત સમતા હતી. મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું. મુમુક્ષતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી. એ એ જૂઠાભાઇને પવિત્રાત્મા આજે જગતને, આ ભાગને ત્યાગ કરીને ચાલ્યા ગયે. આ સહચારીઓથી મુક્ત થયા. ધર્મના પૂર્ણાહૃાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું.
અરેરે ! એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હેય? બીજા સંગીઓનાં એવાં ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્રાત્માના દર્શનનો લાભ અધિક કાળ તેમને થાય? મોક્ષમાર્ગને દે એવું સમ્યફપણું જેના અંતરમાં પ્રકાણ્યું હતું, એવા પવિત્રાત્મા જૂઠાભાઇને નમસ્કાર હે ! નમસ્કાર હે !”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org