________________
અમદાવાદના ઓળખીતાઓમાંથી યથાર્થ એળખનાર ૧૦૯
લગની લાગી ગઈ.
શ્રી જૂઠાભાઇનું શરીર સં. ૧૯૪૫-૪૬ એ છેલ્લાં બે વર્ષ રોગગ્રસ્ત રહેતું. તે પ્રસંગે શ્રીમદે લખેલા અનેક પત્રો ધર્મધ્યાન પ્રેરનારા તેમને બહુ લાભદાયક નિવડ્યા હતા અને પરિણામે “મોક્ષમાર્ગને દે એવું સમ્યકત્વ” તેમના અંતરમાં પ્રકાણ્યું હતું.
શ્રી જાદાભાઈના અવસાન સંબંધી સં. ૧૯૪૬ ના વૈશાખ શુદ ૩ ના રોજ શ્રીમદ્દ લખે છેઃ “આ ઉપાધિમાં પડયા પછી જે મારું લિંગ-દેહ-જન્યજ્ઞાન-દર્શન તેવું જ રહ્યું હોય,–યથાર્થ જ રહ્યું હોય તે જૂઠાભાઈ અશાડ શદી ૯ ગુરુની રાત્રે સમાધિ શીત થઇ આ ક્ષણિક જીવનને ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે.”
અવસાન સંબંધી શ્રી જૂઠાભાઈને કહેવા ભાઈ છગનલાલ બેચરલાલને શ્રીમદે અગાઉથી લખેલું હતું. શ્રી જૂઠાભાઈની વૈરાગ્ય દશા અને ઉદાસીનતા પ્રગટ છતાં તેમનાં કુટુંબીઓ તેમને સમ્યફ જ્ઞાન થયું છે એમ જાણું શકેલાં નહીં.
શ્રીમદે અષાડ સુદ ૧૦ સં. ૧૯૪૬ માં લખ્યું છેઃ “લિંગ દેહજન્ય જ્ઞાનમાં ઉપાધિને લીધે યત્કિંચિત્ ફેર થયો જણાય. પવિત્રામે જpઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાના આજે ખબર મળ્યા.”
શ્રીમદે આશ્વાસન પત્રમાં શ્રી જૂઠાભાઈની અંતરંગ દશા વર્ણવી છે તે સર્વને મનન કરવા યોગ્ય છે?
“એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું. એ આત્મદશારૂપે ખરે વૈરાગ્ય હતો.
મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી. વીતરાગનો પરમરાગી હતા. સંસારને પરમ જુગુસિત હતો. ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું. સમ્યફ ભાવથી વેદનીય કર્મ વેદવાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org