________________
૧૦૮
શ્રીમદ રાજચંદ્ર જીતકળા
વિવાણિયા જઈ આવી ફરી સં. ૧૯૪૫માં કાર્તિક શુદ ૧૫ લગભગ શ્રીમદ્દ અમદાવાદ પધાર્યા હતા. તે વખતે ઘણા જિજ્ઞાસુઓ તેમની પાસે જ્ઞાનવાર્તા કરવા આવતા. તે વખતે સાધ્વી દિવાળી બાઈ ત્યાં હતાં, તેમની સાથે શ્રી જૂઠાભાઈ અને તેમના કાકે કર્મચંદભાઈ સમક્ષ જ્ઞાન અર્થે પ્રશ્નોત્તર થતા. શ્રી જૂઠાભાઈને ગાઢ પરિચયમાં આવ્યા પછી શ્રીમદ્દ અમદાવાદ આવતા ત્યારે તેમને ત્યાં જ ઊતરતા. શ્રી જૂઠાભાઈ શ્રીમદ્દ સાથે મોરબીમાં દોઢબે માસ રહેલા; એક વખત શ્રીમની સાથે ભરૂચ પણ ગયેલા. પત્રવ્યવહાર પણ ધર્મનિમિત્તે તેમને પરસ્પર થતો. શ્રી જૂઠાભાઈની શરીરપ્રકૃતિ આ અરસામાં માંદગીને લીધે બહુ નરમ રહેતી; અને વૈરાગ્યવૃત્તિ પણ વર્ધમાન થતી જતી હતી.
ખંભાતથી ભાઈ અંબાલાલ લાલચંદ અને એકબે ભાઈએ કઈ લગ્નપ્રસંગે અમદાવાદ આવેલા તે સરખી ઉમ્મરના હેવાથી શ્રી જૂઠાભાઈને ત્યાં જતા. વર નીકળવાનું હતું ત્યારે ભાઈ અંબાલાલ વગેરે શ્રી ઠાભાઇને બોલાવવા આવ્યા કે ચાલો વરઘડામાં જઈએ. તે સાંભળી યુવાન વય છતાં સ્વાભાવિક વૈરાગ્યવંત શ્રી જૂઠાભાઇને તે ગમ્યું નહિ અને શ્રીમદ્દ વિષે કંઈ વાત તેમને કહેવાની ઊર્મિ થઈ આવી પણ પાછું મન ખેંચી લઈ એટલું બોલ્યા કે ક્યાં પ્રતિબંધ કરું? તે સાંભળી તે ભાઇઓએ પૂછ્યું કે શું કહે છે ? અમને સમજાયું નહિ. તેમના વૈરાગ્યની છાપ તે ભાઈઓ ઉપર પણ પડી તેથી તે તેમની પાસે તેમને કહેવાનું હોય તે સાંભળવા બેઠા. શ્રીમદ્દ સંબંધી ગુણગ્રામ તેમણે કર્યા અને તેમના આવેલા પત્રો તેમને વંચાવ્યા. તે વાંચી તે સંસ્કારી ભાઈઓને પણ શ્રીમદ્દનાં દર્શન સમાગમની અભિલાષા થઈ. તેથી તે પત્રોની નકલે તેમણે ઉતારી લીધી અને શ્રીમહને ખંભાત પધારવા વિનંતિ પત્રથી કરી. લગ્નનિમિત્તે અમદાવાદ આવેલા છતાં શ્રી જૂઠાભાઈના સમાગમે તેમને ધર્મની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org