________________
૧૦૪
શ્રીમદ રાજચંદ્ર જીવનકળt
તેમ છે. ધર્મ, શીલ અને નીતિ તેમજ શાસ્ત્રાવધાનથી મને જે આનંદ ઉપજે છે તે અવર્ણનીય છે. પણ તત્ત્વદષ્ટિથી હું સુખી ન મનાઉં. જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અત્યંતર પરિગ્રહ મેં ત્યા નથી ત્યાં સુધી રાગદેષને ભાવ છે. જો કે તે બહુ અંશે નથી, પણ છે; તે ત્યાં ઉપાધિ પણ છે. સર્વસંગ પરિત્યાગ કરવાની મારી સંપૂર્ણ આકાંક્ષા છે; પણ જ્યાં સુધી તેમ થયું નથી ત્યાં સુધી કોઈ પ્રિયજનને વિયેગ, વ્યવહારમાં હાનિ, કુટુંબનું દુઃખ એ થડે અંશે પણ ઉપાધિ આપી શકે. માટે કેવળ નિગ્રંથ, બાહ્યાભ્યતર પરિગ્રહને ત્યાગ, અલ્પારંભને ત્યાગ એ સઘળું નથી થયું, ત્યાં સુધી હું મને કેવળ સુખી માનતું નથી. હવે આપને તત્ત્વની દૃષ્ટિએ વિચારતાં માલમ પડશે કે લક્ષ્મી, સ્ત્રી, પુત્ર કે કુટુંબ એ વડે સુખ નથી. અને એને સુખ ગણું તે જ્યારે મારી સ્થિતિ પતિત થઈ હતી ત્યારે એ સુખ કયાં ગયું હતું ? જેને વિગ છે, જે ક્ષણભંગુર છે અને જ્યાં અવ્યાબાધપણું નથી તે સંપૂર્ણ કે વાસ્તવિક સુખ નથી.”
આ વિચારે શ્રીમનું આદર્શ જીવન સમજવામાં ચાવી જેવા છે. મુખ્યત્વે એ જ લક્ષ રાખી નિગ્રંથ દશા પ્રાપ્ત કરવી અને તેવા વિચારવાળાને સહાયક થવું એવી ભાવનાથી તેમનું પ્રવર્તન ગૃહસ્થ અવસ્થામાં થયેલું તેમના પત્રરૂપ લેખો ઉપરથી પણ સ્પષ્ટ જણાય છે.
પાયોનિયર' પત્રમાં તેમના અવસાન સમયે આવેલા લેખ ઉપરથી પણ તેમના ગૃહસ્થ જીવન વિષે ખ્યાલ આવે તેમ હોવાથી તેમાંથી થોડું ટાંકી જણાવું છું
વીસ વર્ષની વયે પ્રજાની દૃષ્ટિમાં પૂર્ણ રીતે તેઓ અદશ્ય થયા. પોતાની શક્તિ અને બુદ્ધિબળને ઉપયોગ પોતાના સમુદાય વર્ગમાં અને વિસ્તારથી સમગ્ર લેકને શિક્ષા અને જ્ઞાનબોધ આપવામાં કરવા માટે તેમણે નિશ્ચય કર્યો. તેઓ ઘણી નાની ઉંમરથી અતિશય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org