________________
ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ
પરિમાણમાં વાંચનાર હતા. તેમણે ષટ્ દર્શનની આલેાચના કરી; અને તેની સાથે પૂર્વ તેમજ પશ્ચિમની ફિલસૂફી (તત્ત્વવિચાર)નાં દર્શન જોયાં. જો કે આશ્ચર્યકારક લાગશે, પરંતુ આ તા વાસ્તવિક સત્ય છે કે તેમને પુસ્તકને પૂર્ણ રીતે ગ્રહણ કરવાને ફક્ત એક જ વખત વાંચવાની જરૂર રહેતી. અને સંસ્કૃત તથા પ્રાકૃતના નિયમિત અભ્યાસ વગર તે તે ભાષામાંનાં પુસ્તકા માટા પંડિતાની પેઠે તેવી રીતે (એક વાર વાંચવાથી) તેઓ યથાર્થ રીતે સમજી શકતા અને ખીજાને સમજાવી શકતા.
“ તેઓએ જોયું કે ધર્મગુરુએ વર્તમાનમાં સાંપ્રદાયિક દૃષ્ટિથી સંકુચિત, ટૂંક મર્યાદાવાળા વિચારા ધરાવે છે અને કાળના પરિવર્તન અનુસાર કેવી રીતે વર્તન કરવું જોઈ એ તે સમજતા નથી.
""
વિશેષ જે આ સંસારને ત્યાગ કરી ત્યાગવૃત્તિ સ્વીકારે છે તેમાં કેટલાક સાંસારિક સંપત્તિઓના અભાવ તથા સંસારથી એક વા ખીજા કારણથી થયેલા અસંતેષને પરિણામે તેમ કરે છે. આવા પુરુષો પાતાના ચારિત્રની અસર તેના સમુદાય ઉપર પાડી શકતા નથી. શ્રીમની એવી માન્યતા હતી કે ધનવાન અને સાંસારિક સારી સ્થિતિવાળા પુરુષ સંસારના ત્યાગ કરે તે પોતાના ચારિત્રથી સંગીન હિત કરી શકે. જનસમાજ તેના શુદ્ધ હૃદય અને નિઃસ્વાર્થના સદ્ગુણુની ખાત્રી થવાથી તેના કહેવા પ્રમાણે દેરાવામાં ઘણું! જ તત્પર રહે અને તેના ઉપદેશથી લાભ મેળવતા થાય. આવા વિચાર શ્રીમા હતા. અને તેની સાથે જનસમાજ આગળ એક સાધુ (ધાર્મિ ક નાયક ) તરીકે રજુ થવા યોગ્ય સ્થિતિમાં એ મૂકાયા નથી એમ તેઓ માનતા હતા; અને તેથી જ ગૃહસ્થ દશાએ જ જીવન ગાળવાનું ચાલુ રાખ્યું હતું. તાપણુ તેમના આંતરિક વિચારા સંસાર પ્રત્યે તદ્દન ઉદાસીન વર્તતા હતા.”
૧૦૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org