________________
૧૨.
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળe.
કંઈ ઘણો પરિચય પડ્યો નથી; તે પણ તેનું બનતું કાયિક, વાચિક અને માનસિક વલણ મને તેથી ઘણુંખરું સમજાયું છે; અને તે પરથી તેને અને મારા સંબંધ અસંતોષ પાત્ર થયો નથી; એમ જણાવવાને હેતુ એવો છે કે ગૃહાશ્રમનું વ્યાખ્યાન સહજ માત્ર પણ આપતાં તે સંબંધી વધારે અનુભવ ઉપયોગી થાય છે; મને કંઈક સાંસ્કારિક અનુભવ ઊગી નીકળવાથી એમ કહી શકું છઉં કે મારે ગૃહાશ્રમ અત્યાર સુધી જેમ અસંતોષ પાત્ર નથી તેમ ઉચિત સંતોષપાત્ર પણ નથી; તે માત્ર મધ્યમ છે; અને તે મધ્યમ હાવામાં પણ મારી કેટલીક ઉદાસીન વૃત્તિની સહાયતા છે.
તત્ત્વજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દર્શન લેતાં ગૃહાશ્રમથી વિરક્ત થવાનું ! અધિકતર સૂજે છેઃ અને ખચિત તે તત્વજ્ઞાનને વિવેક પણ આને ઉગ્યે હતો; કાળના બળવત્તર અનિષ્ટ પણાને લીધે, તેને યથાયોગ્ય સમાધિ-સંગની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખેદની સાથે ગૌણ કર પડે; અને ખરે ! જો તેમ ન થઈ શક્યું હોત તો તેના જીવનને અંત આવત. (તેના એટલે આ પત્રલેખકના.)
- “મોક્ષમાળા” ના પાઠ ૧૨મામાં ઉત્તમ ગૃહસ્થ વિષે તથા પાઠ ૪૫મામાં “ સામાન્ય મનોરથ’ નામના કાવ્યમાં તેમ જ પાઠ. ૫૫મામાં સામાન્ય નિત્ય નિયમમાં ગૃહસ્થાશ્રમ સંબંધી પિતાના વિચાર કંઈક પ્રદર્શિત કર્યો છે. પરંતુ પાઠ ૬૧ થી ૬૬ સુધીમાં “સુખ વિષે વિચાર” લખી સંક્ષિપ્ત નવલકથાના રૂપમાં દ્વારકાના મહા ધનાઢય ધર્મમૂર્તિ શ્રાવક ગૃહસ્થનું ચિત્ર આલેખ્યું છે તેમાં આદર્શ ગૃહસ્થ પિતાની ચર્ચા વર્ણવે છે તેમાંથી થોડું નીચે પ્રદર્શિત કર્યું છે તે દરેક ગૃહસ્થ મનન કરવા યોગ્ય છેઃ
જે કે હું બીજા કરતાં સુખી છઉં, તેપણુએ સાતા વેદનીય છે, સત-સુખ નથી. જગમાં બહુધા કરીને અસાતા વેદનીય છે. મેં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org