________________
ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ
- ૧૦૧
કલ્પાયું છે, પણ તે તેમ નથી જ. સ્ત્રીથી જે સંગસુખ ભેગવવાનું ચિહ્ન તે વિવેકથી દષ્ટિગોચર કરતાં વમન કરવાને ગ્ય ભૂમિકાને પણ યોગ્ય રહેતું નથી. જે જે પદાર્થો પર જુગુપ્સા રહી છે તે તે પદાર્થો તો તેના શરીરમાં રહ્યા છે, અને તેની તે જન્મભૂમિકા છે. વળી એ સુખ ક્ષણિક ખેદ અને ખસના દરદ રૂપ જ છે. તે વેળાના દેખાવ હૃદયમાં ચિત્રાઈ રહી હસાવે છે કે શી આ ભૂલવણું ? ટુંકામાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી. અને સુખ હોય તો તેને અપરિચ્છેદ રૂપે વર્ણવી જુઓ, એટલે માત્ર મહદશાને લીધે તેમ માન્યતા થઈ છે, એમ જ જણશે. અહીં હું સ્ત્રીના અવયવાદિ ભાગને વિવેક કરવા બેઠે નથી; પણ ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયો છે, તેનું સહજ સૂચવન કર્યું. સ્ત્રીમાં દોષ નથી, પણ આત્મામાં દેષ છે, અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે, અદ્દભુત આનંદમય જ છે; માટે એ દેષથી રહિત થવું એ જ પરમ જિજ્ઞાસા છે. શુદ્ધ ઉપયોગની જે પ્રાપ્તિ થઈ તે પછી તે સમયે સમયે પૂર્વોપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય પ્રવચન છે.
પણ પૂર્વોપાર્જિત હજુ સુધી મને પ્રવર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય? એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું...
“સ્ત્રીના સંબંધમાં કંઈ પણ રાગ, દ્વેષ રાખવા મારી અંશ માત્ર ઈચ્છા નથી, પણ પૂર્વોપાર્જનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટકો છું.”
પિતાના ગૃહાશ્રમ સંબંધી શ્રીમદ્દ એક ભાઇને સં. ૧૯૪૬ માં લખી જણાવે છેઃ
“આપના પહેલાં, આ જન્મમાં હું લગભગ બે વર્ષથી કંઇક વધારે કાળથી ગૃહાશ્રમી થયો છઉં; એ આપના જાણવામાં છે. ગ્રહાશ્રમી જેને લઇને કહી શકાય છે, તે વસ્તુ અને મને, તે વખતમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org