________________
૧૦૦
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
દર્શિત છે છતાં હું વળી એથી પણ ભિન્ન રૂપે આપને હદય રૂ૫ કરવા માગું છઉં. જે વિચારો સઘળી સગપણુતા દૂર કરી, સંસાર યોજના દૂર કરી, તત્ત્વવિજ્ઞાન રૂપે મારે દર્શાવવાના છે, અને આપે જાતે અનુકરણ કરવાના છે. આટલી પલ્લવી બહુ સુખપ્રદ છતાં માર્મિક રૂપે આત્મસ્વરૂપ વિચારથી અહીં આગળ લખી જઉં છઉં.
“તેઓ શુભ પ્રસંગમાં સવિવેકી નિવડી રૂઢિથી પ્રતિકૂળ રહી પરસ્પર કુટુંબ રૂપે સ્નેહ બંધાય એવી સુંદર ભેજના તેઓનાં હૃદયમાં છે કે ? આપ ઉતારશે કે? કોઈ ઉતારશે કે? એ ખ્યાલ પુનઃ પુનઃ હદયમાં પર્યટન કરે છે. નિદાન, સાધારણ વિવેકી જે વિચારને આકાશી ગણે તેવા વિચારે, જે વસ્તુ અને જે પદ આજ રાજ્યશ્રી ચક્રવર્તિની વિકટેરિયાને દુર્લભ, કેવળ અસંભવિત છે, તે વિચારે, તે વસ્તુ અને તે પદ કેવળ ઈચ્છા હોવાથી ઉપર જણાવ્યું તેથી કંઈ પણ લેશ પ્રતિકૂળ બને તે તે પદાભિલાષી પુરુષનાં ચરિત્રને પરમ ઝાંખપ લાગે એમ છે. આ સઘળા હવાઈ (અત્યારે લાગતા) વિચારે માત્ર આપને જ દર્શાવું છું.
અંતઃકરણ શુકલ અદ્દભુત વિચારોથી ભરપૂર છે. પરંતુ આપ ત્યાં રહ્યા કે હું અહીં રહ્યા !” સં. ૧૯૪૩ પોષ વદ ૧૦ બુધવાર.
સદ્ગત ઝવેરી રેવાશંકરભાઈ જગજીવનદાસ મહેતાના મોટા ભાઈ પિપટલાલભાઈનાં મહાભાગ્યશાળી પુત્રી ઝબકબાઈ સાથે શ્રીમનાં શુભ લગ્ન સં. ૧૯૪૪ના મહા સુદ ૧૦ને રેજ થયાં હતાં.
ત્યારપછી એકાદ વર્ષ લખેલા એક લેખમાં શ્રીમદ્દ “સ્ત્રીના સંબંધમાં મારા વિચાર” એવું નામ આપી જણાવે છે:
અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે; તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે. સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દૃષ્ટિથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org