________________
શ્રીમદ રાજચંદ્ર જીવનકળ
દેવની આજ્ઞાના આરાધન ભણું છે. એમ સત્યતાને ખાતર કહી દઈ, દર્શાવું છઉં કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે કે જિન પ્રતિમા અને તેનું પૂજન શાકત, પ્રમાણેકત, અનુભક્ત અને અનુભવમાં લેવા યોગ્ય છે. અને તે પદાર્થોને જે રૂપે બંધ થયે અથવા તે સંબંધી જે અ૫ શંકા હતી તે નીકળી ગઈ તે વસ્તુનું કંઈ પણ પ્રતિપાદન થવાથી કોઈ પણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે; અને તે વસ્તુની સિદ્ધિ જણાય તે તે સંબંધી મતભેદ તેને ટળી જાય, તે સુલભાધીપણાનું કાર્ય થાય; એમ ગણી ઢંકામાં કેટલાક વિચારે પ્રતિમા સિદ્ધિ માટે દર્શાવું છઉં.
“ આટલું સ્મૃતિમાં રાખવાનું છે કે કેટલાંક પ્રમાણે આગમન સિદ્ધ થવા માટે પરંપરા અનુભવ ઈત્યાદિકની અવશ્ય છે. કુતર્કથી જે તમે કહેતા હે તે આખા જૈનદર્શનનું પણ ખંડન કરી દર્શાવું; પણ તેમાં કલ્યાણ નથી. સત્ય વસ્તુ જ્યાં પ્રમાણથી અનુભવસિદ્ધ થઈ ત્યાં જિજ્ઞાસુ પુરુષ પિતાને ગમે તે હઠ પણ મૂકી દે છે.
“આ મેટો વિવાદ આ કાળમાં જે ને પડયા હોત તો ધર્મ પામવાનું લોકોને બહુ સુલભ થાત. *
પ્રથમ પ્રતિમા નહીં માનતે અને હવે માનું છઉં, તેમાં કંઈ પક્ષપાતી કારણ નથી, પણ મને તેની સિદ્ધિ જણાઈ તેથી માન્ય રાખું છઉં. અને સિદ્ધિ છતાં નહીં માનવાથી પ્રથમની માન્યતાની પણ સિદ્ધિ નથી અને તેમ થવાથી આરાધકતા નથી.
મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગદેવ રહિત થવાની પરમ જિજ્ઞાસા છે; અને તે માટે જે જે સાધન હોય, તે તે ઈચ્છવાં, કરવાં એમ માન્યતા છે. અને એ માટે મહાવીરનાં વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે.
અત્યારે એટલી પ્રસ્તાવના માત્ર કરી પ્રતિમા સંબંધી અનેક પ્રકારથી દર્શાયલી મને જે સિદ્ધિ તે હવે કહું છઉં. તે સિદ્ધિને મનન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org