________________
વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ
ફુરણાથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળો પુરુષ તમે વિરલ જ દેખશે; અને દેખશો તે તે મતથી કંટાળી વીતરાગ દેવની આજ્ઞામાં રાચવા વધારે તત્પર હશે.
“તેમજ ત્યાગી ગુરુઓ સિવાયના પરાણે થઈ પડેલા મહાવીર દેવના માર્ગરક્ષક તરીકે ગણાવતા યતિઓ-તેમની તે માર્ગ પ્રવર્તાવવાની શિલી માટે કઈ બેસવું રહેતું નથી. કારણ ગૃહસ્થને અણુવ્રત પણ હોય છે. પણ આ તે તીર્થંકર દેવની પેઠે કલ્પાતીત પુરુષ થઈ બેઠા છે.
“સંશોધક પુરુષ બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. તેમને સાહિત્યો જેવાં કે સદગુરુ, સત્સંગ કે સશા મળવા દુર્લભ થઈ પડયાં છે. જ્યાં પૂછવા જાઓ ત્યાં સર્વ પિતપોતાની ગાય છે. પછી સાચી કે જૂઠી તેને કઈ ભાવ પૂછતું નથી. ભાવ પૂછનાર આગળ મિથ્યા વિકલ્પ કરી પિતાની સંસારસ્થિતિ વધારે છે અને બીજાને તેવું નિમિત્ત કરે છે.
ઓછામાં પૂરું કોઈ સંશોધક આત્મા હશે તે તેને અપ્રજનભૂત પૃથ્વી ઈત્યાદિક વિષયમાં શંકાએ કરી રોકાવું થઈ ગયું છે. અનુભવધર્મ પર આવવું તેમને પણ દુર્લભ થઈ પડયું છે.
“આ પરથી મારું એમ કહેવું નથી કે કોઈપણ અત્યારે જૈન દર્શનના આરાધક નથી; છે, પણ બહુ જ અલ્પ, બહુ જ અ૫. પણ તે આંગળીએ ગણી લઈએ તેટલા હશે. બાકી તે (જૈન) દર્શનની દશા જોઈ કરૂણા ઉપજે તેવું છે; સ્થિર ચિત્તથી વિચાર કરી જેશ તે આ મારું કહેવું તમને સપ્રમાણુ લાગશે.
એ સઘળા મતેમાં કેટલાકને તે સહજ સહજ વિવાદ છે. મુખ્ય વિવાદઃ એકનું કહેવું પ્રતિમાની સિદ્ધિ માટે છે. બીજા તેને કેવળ ઉથાપે છે (એ મુખ્ય વિવાદ છે).
“બીજા મતમાં હું પણ ગણાયો હતો. મારી જિજ્ઞાસા વીતરાગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org