SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ near the electrode. Eventually the glass around the electrode will heat until the relative vacuum in the tube sucks in the hot glass causing the tube to fail. In the early days, this sort of trouble was very common; in fact, the short life of tubes (due to stuttering) was one of the greatest hindrances to the commercial introduction of tube lighting."15* (ટ્યૂબ લાઈટમાં લગાડવામાં આવેલા) ઇલેક્ટ્રોડનું કાર્ય છે - પાવર સપ્લાયમાંથી જે કરંટ પ્રાપ્ત થાય છે, એને ટ્યૂબની અંદર ભરવામાં આવેલી વિરલ (rare) વાયુ સુધી પહોંચાડવો. ઇલેક્ટ્રોડ પર નિરંતર ઇલેક્ટ્રોનો અને આયનોનો બોમ્બમારો થતો રહે છે. જેને લીધે એ ગરમ થઈ જાય છે અને એ કારણે એની બનાવટ એવી હોવી જોઈએ કે જેનાથી એ ગરમીને સહન કરી શકે. જો ઇલેક્ટ્રોડમાં વપરાતી ધાતુ ગરમ થઈ જાય તો પછી એ રાસાયણિક દૃષ્ટિએ પણ સક્રિય થઈને ટયૂબમાં રહેલી વાયુઓ અને બીજી અશુદ્ધિઓ (impurities)ની સાથે સંયોગ કરી શકે છે. ઇલેક્ટ્રોડ માટે આનાથી પણ મોટી મુશ્કેલી “ઉછળવાની ક્રિયાને કારણે નડે છે. જ્યારે બહુ ભારે આયનોના મારાને કારણે ઇલેક્ટ્રોડની ધાતુમાંથી નાના નાના ટુકડાઓ ઉછળી-ઉછળીને એમાંથી બહાર નીકળી જાય છે, ત્યારે એને ઉછળવાની ક્રિયા” (યૂટરિંગ) કહેવાય છે. ધાતુના અંશ ધીરે ધીરે કાચની નળીની અંદરની બાજુએ જમા થતા જાય છે, જો કે આની જાતની પ્રક્રિયાથી આમ કોઈ નુકસાન નથી થતું, કારણકે ધાતુની જમાવટથી ઇલેક્ટ્રોડની નજીકમાં નળીના છેડા પર જ ખાલી નળીમાં કાળાશ જમા થઈ જાય છે (આ કાળાશ થવાનું મૂળ કારણ “ઉછળવાની ક્રિયા” જ છે. છેલ્લે તો આખો ઇલેક્ટ્રોડ જ પોતે આ પ્રક્રિયાને કારણે વપરાઈ જાય છે, તો પણ આખી પ્રક્રિયા એટલી ધીરે ધીરે થતી હોય છે કે ટ્યૂબ કામ કરવાનું બંધ કરી દે છે. આવી વપરાયેલી ટ્યૂબને પણ જો બહારથી આવશ્યક કિરણોનો પ્રયોગ કરવામાં આવે, તો પાછો અંદરથી પ્રકાશ નીકળવા માંડે છે એમ અમે પોતે રેડિયોથેરાપિસ્ટને ત્યાં જોયું છે. રેડિયોથેરેપિમાં જ્યારે કિરણો દ્વારા શેક આપવામાં આવે છે, ત્યારે એ કિરણોની ઉષ્મા પર્યાપ્ત છે કે નહીં એને જોવા માટે થેરેપિસ્ટ આવી વપરાયેલી ટ્યૂબનો પ્રયોગ કરે છે.) ઉછળીને ઈલેક્ટ્રોડથી જુદા થયેલા ધાતુના કણો નળીમાં ભરેલી વાયુમાંથી થોડોક અંશ પોતાની અંદર ચૂસી લે છે. આવી રીતે જ્યારે વાયુનો થોડોક અંશ ચૂસાઈ જાય છે ત્યારે વાયુની અંદર દબાણ ઘટી જાય છે. આના પરિણામે જે *The Luminous Tube by Wayne Strattman. s, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy