________________
સ્થિતિ બને છે એને નળીનું કઠોરપણું કહેવાય છે. દબાણ ઘટી જવાનો અર્થ છે નળીની અંદર રહેલા વાયુના અણુગુચ્છો (molecules)ની સંખ્યામાં ઘટાડો. એને લીધે જે ઇલેક્ટ્રોનો અને આયનો એક બીજા સાથે અથવા તો વાયુના અણુગુચ્છો સાથે અથડાતા હતા તે હવે અથડામણ પહેલા લાંબુ અંતર કાપી શકે છે. એને લીધે ઈલેક્ટ્રોડ સાથે અથડામણ પહેલા એનો વેગ સારો એવો વધી જાય છે. આવી રીતે ઇલેક્ટ્રોડ પર ઊંચી ઊર્જાવાળી ટક્કર થવાથી ઈલેક્ટ્રોડની પાસેના કાચના ભાગની ઉષ્મામાં પણ સારી એવી વૃદ્ધિ થઈ જાય છે. આ પ્રમાણે છેલ્લે ઇલેક્ટ્રોડની પાસેનો કાચનો ભાગ ત્યાં સુધી ગરમ થાય છે જ્યાં સુધી ટ્યૂબમાં મોજુદ સાપેક્ષ શૂન્યાવકાશ ગરમ કાચની અંદર ચૂસાઈ જાય છે અને એના પરિણામે ટ્યૂબ કામ કરવું બંધ કરી દે છે. શરૂઆતના દિવસોમાં આ મુશ્કેલી બહુ નડી. ખરી રીતે તો ટ્યૂબ લાઈટને વ્યાપારી દૃષ્ટિએ દાખલ કરવામાં ટયૂબનું આ ઓછું ટકાઉપણું જે ઉછળવાની ક્રિયાને લીધે થતું હતું) ઘણું નડ્યું હતું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org