________________
૩. CaOચૂનાના પાણી સાથે રાસાયણિક ક્રિયા થવાથી “ગરમી પેદા થાય
છે. પણ પ્રકાશ પેદા નથી થતો, બ્લીચિંગ પાઉડર પણ આ શ્રેણીમાં આવે
છે. આ “સચિત અગ્નિ' નથી. ૪. સ્વપોષી ક્રિયા (Self sustaining)નો અર્થ શું છે? એ સમજીએ જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેનારા પદાર્થોને પુરવઠો બરાબર મળતો રહેશે ત્યારે એમાં એકવાર પ્રક્રિયા શરૂ થયા પછી તે ચાલતી રહેશે. એટલે કે પ્રક્રિયા શરૂ કરવા માટે જેમ-આગ શરૂ કર્યા વગર જ બળતણ હવામાં પડ્યું રહે છે) એ પદાર્થોનું ભેગા પડી રહેવું પૂરતું નથી એમાં એકબીજા સાથે પ્રક્રિયા શરૂ કરાવવી પડે છે. બહારના સાધનથી જેમકે ગરમીનું સંગ્રહણ થઈ જવું sponge iron, bleaching powder વગેરેમાં પણ પાણી અને ચૂનાની રાસાયણિક પ્રક્રિયા શરૂ કરાવવા માટે આ શરત નથી. એમાં તો એ બે ના મળી જવાથી જ રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈ જાય છે. જેમ HCI હાઈડ્રોક્લોરીક એસીડ (મીઠાનો એસીડ) અને સત(gn)નો મેળ એમાં ગરમી ઉત્પન્ન થાય છે. કેટલીક ક્રિયાઓ ગરમી ઉત્પન્ન શરૂ થાય છે.
જો ઊંચુ તાપમાન રાસાયણિક ક્રિયા છે. જો તે સ્વપોષી નથી તથા જો એમાંથી તાપ-પ્રકાશ નથી નીકળતો, તો સચિત અગ્નિની શ્રેણીમાં નથી.
સાધારણ અગ્નિમાં હવાનું હોવું જરૂરી છે. “અગ્નિને શરૂ કરવા માટે એ પદાર્થમાં થોડી તાપશક્તિનો પ્રવેશ કરાવવો પણ જરૂરી છે. આ તાપ બહારના અગ્નિથી, ચિનગારીથી, સૂર્યની રોશનીથી અથવા ઈ.એમ.લહેરોથી અથવા વિદ્યુતથી અથવા અન્ય રાસાયણિક પ્રક્રિયાથી અપાય છે. ફક્ત એક વખત ગરમી આપીને આ પ્રક્રિયા શરૂ કરાય છે. પછી આગ સ્વપોષી બની જાય છે. (૧) જ્યાં સુધી ઑક્સિજન (અથવા અપવાદ રૂપ ક્લોરિન-ફલોરિન) મળશે
નહીં, ત્યાં સુધી અગ્નિ બળશે નહિ. (૨) જ્યાં સુધી જ્વલનબિંદુનું ચોક્કસ ઉષ્ણતામાન પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી
અગ્નિ બળશે નહિ – એટલે “ઘૂસોલ્ડ' (Threshold) ન્યૂનતમ સીમાબિંદુ)
પાર કર્યા વગર અગ્નિ બળશે નહિ. (૩) જ્યાં સુધી જ્વલનશીલ પદાર્થ બળતણના રૂપમાં નહિ મળે, ત્યાં સુધી
અગ્નિ પ્રગટશે નહિ. (૪) જ્યાં સુધી ઉષ્માની સાથે સાથે પ્રકાશની ઊર્જાનું વિકિરણ નહિ થાય. ત્યાં
સુધી અગ્નિ પ્રગટશે નહિ. સંક્ષેપમાં કહીએ તો ૧. ઑક્સિજન
36
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org