________________
વગેરે ગેસો “ઈનટ (Inet) નિષ્ક્રિય હોવાથી એના દ્વારા અગ્નિ બળતો નથી. હવામાં આ બધા ગેસો લગભગ ૮૦ ટકા તથા ઑક્સિજન માત્ર ૨૦ ટકાજ છે. પણ અગ્નિમાં ઉપયોગી તો ફક્ત ઑક્સિજન જ છે. જો કોઈ વાસણ અથવા બલ્બ આદિમાં ઓક્સિજન નહીં હોય, અને એમાં કોઈ અન્ય વાયુ ભરીએ તો એમાં અગ્નિ બળી શકતો નથી. (તો પણ અપવાદ રૂપમાં ક્લોરિન અથવા કુલોરિન ગેસમાં પણ હાઇડ્રોજન વગેરે પદાર્થો દ્વારા વિશેષ રાસાયણિક ક્રિયાના પરિણામ સ્વરૂપ જ્વલનક્રિયા થઈ શકે છે. પણ ક્લોરિન, ફૂલોરિન અથવા ઑક્સિજનની હાજરી વગર અગ્નિ બળવો સંભવ નથી. નિષ્ક્રિય ગેસોમાં ઑક્સિજનના અભાવમાં તો અગ્નિ ક્યારેય પણ બળી શકતી નથી. ઇલેક્ટ્રિક બલ્બમાં નિષ્ક્રિય ગેસ ભરાય છે. અથવા શૂન્યાવકાશ રખાય છે. એટલે એમાં
ઑક્સિજનનો અભાવ તથા જ્વલનશીલ પદાર્થના અભાવને કારણે અગ્નિ બળવાની ક્રિયા થઈ શકતી નથી. બલ્બમાં ટંગસ્ટન ધાતુ ગરમ થાય તો પણ બળતો નથી. એટલા માટે નાઈટ્રોજન વગેરે નિષ્ક્રિય ગેસ બલ્બમાં ભરવામાં આવે છે. આ વિષયની વિસ્તૃત ચર્ચા “બલ્બની પ્રક્રિયા' વિષયની અંદર કરવામાં આવશે.
ક્લોરિન-ફલોરિનના અપવાદને છોડીને કોઈપણ જગ્યાએ ઑક્સિજનના અભાવમાં કોઈપણ પ્રકારની અગ્નિ બળવાની ક્રિયાનો કોઈએ અનુભવ નથી કર્યો. એટલે આ નિયમ બની જાય છે કે જ્યાં જ્યાં ઑક્સિજનનો અભાવ છે. ત્યાં ત્યાં અગ્નિનો અભાવ છે.
ડૉ. જે. જૈને એક પ્રશ્નની ચર્ચા કરી છે - શું “અગ્નિ'માં ઑક્સિજનની સાથે એક સ્વપોષી (સ્વયં પોષણ) રાસાયણિક પ્રક્રિયા જ પૂરતી છે? અથવા એ પ્રક્રિયાથી આગમાં સચિત તેઉકાય પેદા કરવામાં અથવા “તાપની સાથે સાથે પ્રકાશનું પેદા થવું પણ જરૂરી રાહત છે? એટલે સચિત અગ્નિનો માપદંડ શું છે?
આવી સ્વયં પોષણ મેળવતી રાસાયણિક ક્રિયાઓ બહુ છે, જેમાં તાપ (ગરમી) પેદા થાય છે, પણ દશ્ય-પ્રકાશ પેદા નથી થતો. શું એને સચિત કહેવાય? ૧. થમિટ (thermit) પ્રક્રિયાને આગની શ્રેણીમાં રાખવી પડશે, કારણકે એમાં
ગરમીની સાથે “પ્રકાશ' પણ પેદા થાય છે. ૨. ક્લોરોફિલ પ્રકાશની સાથે રાસાયણિક ક્રિયા કરીને હવાની રહેલા
CO,માંથી કાર્બન અને ઑક્સિજન બનાવે છે. પણ પ્રકાશ પેદા નથી કરતું એટલે અચિત છે.
35
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org