________________
કાંસકીમાં તૃણાત્મક અને ફલેનલ, ઊનનું કપડું અને વાળમાં ઘનાત્મક ઈલેક્ટ્રિક ચાર્જ હોય છે. અંબરનું ગ્રીક નામ ઇલેક્ટ્રમ હોવાથી ઋણાત્મક કણોનું નામ ઇલેક્ટ્રોન થયું. અને એની ઊર્જાને ઇલેક્ટ્રિસિટી નામ આપવામાં આવ્યું.
આકાશમાં ચમકનાર વીજળી જેને લાઈટનિંગ (Lightning) કહેવામાં આવે છે. એ વાદળોમાં જમા થયેલા ઇલેક્ટ્રિક ચાર્જનો પૃથ્વી પર થનારો ડિસ્ચાર્જ (disharge) છે. ઇલેક્ટ્રિક ચાર્જને સુવાહક મળે ત્યારે એ સુરક્ષિત રહે છે અને એમાં કરંટ પ્રવાહના રૂપમાં વહે છે. આજ ફરક છે ઇલેક્ટ્રિકસિટી અને લાઈટનિંગમાં. ઈલેક્ટ્રોનની અવસ્થામાં રહેલો આ ચાર્જ સ્ટેટિક રૂપમાં એ કરંટ ઇલેક્ટ્રિકસિટીના રૂપમાં અને વાદળોમાં થનાર હેવી ડિસ્ચાર્જની અવસ્થામાં એ વીજળી અથવા લાઈટનિંગના રૂપમાં પ્રગટ થાય છે.
સામાન્ય રીતે ઊનના કપડાને, પોલિથિન શીટને કે નાઈલોન આદિને થોડું ઘસવાથી સ્ટેટિક ઇલેક્ટ્રિકસિટીનું ઉત્પાદન થાય છે. આવા કપડાં આદિને ધોઈને સુકાવ્યા પછી એને ઊંધું-ચતું કરીએ ત્યારે પણ એ દેખાય છે. એમાંથી અવાજની સાથે ચિનગારી (spark) પણ નીકળે છે. રૂપાંતરણ રૂપે જ છે. વિજ્ઞાન અનુસાર આ ઈલેક્ટ્રોન ઊર્જાનું પ્રકાશની ઊર્જાના સ્વરૂપમાં પરિવર્તન છે.
૨. વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર (Electro-magnetic field) : ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે સન ૧૮૧૯માં શોધ કરી હતી કે જ્યારે સુવાહક પદાર્થ (દા.ત. ધાતુના ભાર)માંથી વિદ્યુત-પ્રવાહ પસાર થાય છે, ત્યારે એની આજુ-બાજુમાં એક વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ જાય છે. જો એ વિદ્યુત પ્રવાહ તીવ્ર હોય તો એ વિ.ચું. ક્ષેત્ર પણ તીવ્ર જ હોય છે. આ શોધના આધારે ભૌતિક વિજ્ઞાન (physics)માં એક નવી શાખાનો ઉદય થયો જેમાં વિદ્યુત” અને “ચુંબકીય પ્રભાવોને જોડીને એના ગુણધર્મોનો અભ્યાસ શરૂ થયો. એનું નામ આપવામાં આવ્યું “વિદ્યુત ચુંબકીય વાદ” (Electro magnetic) આના પરથી “ઇલેક્ટ્રો-ડાયનેમિક્સ' (Electro-dynamics)માં વિદ્યુત-ચુંબકીય પ્રભાવોના નિયમો આદિની શોધ થઈ. વિદ્યુત-પ્રવાહના ચુંબકીય પ્રભાવોને માપવા માટે “બાયો-સાવર્ટ નિયમ આદિનો પ્રયોગ કરવામાં આવે છે. જેમ ઇલેક્ટ્રિક ચાર્જથી ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ચુંબકથી ચુંબકીય ફિલ્ડ બને છે. એવી જ રીતે વિદ્યુત-પ્રવાહથી વિ.ચુ. ફિલ્ડ અસ્તિત્વમાં આવે છે. એની ઊર્જાને વિદ્યુત ચુંબકીય ઊર્જા' નામ આપવામાં આવ્યું છે. - વિદ્યુતભારની ચારે બાજુ વિ.ચું. ક્ષેત્રનો ઘેરાવો બની રહે છે. ગતિમાન સ્થિતિ વખતે આ ક્ષેત્રની ગતિ તરંગના રૂપમાં હોય છે. એની ગતિ પણ પ્રકાશની
22
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org