SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અમેરિકામાં ‘યુનિવર્સલ એનર્જી’ તથા ‘વાઇટલ ફોર્સ'ના નામથી ઓળખાય છે. શરીર વિજ્ઞાની એને ‘બાયોલોજિકલ એનર્જી' કહે છે.” “વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ હવે પ્રાણશક્તિના વિષયમાં અનેક જાતની શોધખોળ શરૂ ક૨વામાં આવી છે. સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ. એચ. કે. બટના મતે તો જીવનનો મુખ્ય આધાર પ્રાણ ઊર્જા જ છે. પ્રો. હડસન એને સાર્વભૌમિક જીવન-તત્ત્વ કહે છે. નોબેલ પુરસ્કાર વિજેતા પ્રખ્યાત વૈજ્ઞાનિક હાજકિન હકસલે તથા એક્લિસે શરીરના જ્ઞાનતંતુઓ વિષે શોધ કરી છે. એમની શોધ અનુસાર માનવી જ્ઞાનતંતુ એક પ્રકારના વિદ્યુત-સંવાહક તાર (wire) છે. જેની અંદર નિરંતર વીજળીનો પ્રવાહ વહેતો હોય છે. આખા શરીરમાં આ જ્ઞાનતંતુઓને ભેગા કરી એક લાઇનમાં રાખવામાં આવે તો એની લંબાઈ સેંકડો માઇલની થાય. તમે વિચારી શકો છો કે આટલી બધી લંબાઈવાળા તંતુઓને ગતિશીલ રાખવા માટે કેટલી બધી વીજળીની આવશ્યકતા પડતી હશે. એક બીજા વૈજ્ઞાનિક ડૉ. મૈટુચી બૈનવર્ગે પોતાના શોધલેખના નિષ્કર્ષમાં લખ્યું છે કે આ શરીરની અંદ૨ વિદ્યુત-શક્તિનો અતુલ ભંડાર છુપાયેલો છે. શરીરનું પ્રત્યેક ન્યૂરોન એક નાનો સરખો ડાયનેમો છે. જૈવવિદ્યુતનું ઉત્પાદન આજ ન્યૂરોન કરે છે. આ ક્રિયાઓનું કેન્દ્ર મગજ છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે એક તંદુરસ્ત નવયુવક ૨૦ વૉટ વીજળી ઉત્પન્ન કરે છે.” “એક બીજા નોબેલ પુરસ્કાર વિજેતા પ્રસિદ્ધ ચિકિત્સાશાસ્ત્રી જે. જ્યોગીએ એક્ટિન અને માયોસિન નામના બે પ્રોટીનો શરીરમાં શોધ્યા છે. આ બન્ને પ્રોટીનોની ઉત્પત્તિ પ્રાણ-ઊર્જામાંથી થાય છે એમ માનવામાં આવે છે (વૈજ્ઞાનિકોએ શોધ-ખોળ કરીને બતાવ્યું છે કે માનવી શરીર એક ઊંચા સ્તરનું વીજળી ઘ૨ છે. એમાંથી પ્રાણ-વિદ્યુત તરંગો નિરંતર ઓછા-વધારે પ્રમાણમાં નીકળતા રહે છે. બેલ વિશ્વવિદ્યાલયના સુપ્રસિદ્ધ ચિકિત્સાશાસ્ત્રી હેરાલ્ડબરીએ પોતાના શોધ ગ્રંથમાં લખ્યું છે કે પ્રત્યેક પ્રાણી પોતપોતાના સ્તર અનુસાર ઓછી કે વધારે વીજળી ઉત્પન્ન કરે છે. આ માનવીય વીજળીને એમણે ‘લાઈફ ફિલ્ડ' કહી છે. એમના મત પ્રમાણે પ્રત્યેક વ્યક્તિના લાઇફ ફિલ્ડની માત્રા અલગ અલગ હોય છે અને આ લાઇફ ફિલ્ડની માત્રા અનુસાર એ જીવનમાં ઉન્નતિ અથવા અવનતિ કરે છે.” “પ્રસિદ્ધ પરામનોવૈજ્ઞાનિકોના મત પ્રમાણે સામાન્ય મનુષ્યના શરીરમાંથી બહાર નીકળનારી વિદ્યુત-તરંગો એના શરીરથી ૬ ઇંચ સુધી બહાર હોય છે, Jain Educationa International 15 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy