SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાદવશ કોઈ ભૂલ થઈ જવી અસંભવ નથી. ભૂલનું સમર્થન પણ નહીં કરવું જોઈએ. જો એ કાર્યોમાં સાધુની પ્રેરણા અથવા લગાવ હોય તો એ વાંછનીય નથી. એની સાથે સાથે એમ માનીને બેસી રહેવું ન જોઈએ કે આ કાર્યોમાં પ્રેરણા અથવા લગાવ થયા વગર રહી જ ન શકાય. વ્યવહારની એવી અનેક પ્રવૃત્તિઓ છે, જેમાં સાધુએ તટસ્થ રહેવું જરૂરી છે – સમર્થન અને નિષેધ, એ બંનેથી બચીને પોતાની સ્થિતિમાં રહેવું જોઈએ.” માઈકનો પ્રયોગ મુખ્ય સાંભળવાવાળાની ઉપયોગિતા છે. સાધુ એમાં બોલે તો એણે પણ પૂરી તટસ્થતા રાખવી પડે છે. એનો નિષેધ ન કરે તો એની પ્રેરણા પણ નહિ કરવી જોઈએ. નિષેધ અને પ્રેરણા બંને વચ્ચેનો રસ્તો ખરેખર બહુ જ સાંકડો છે. પણ એના પર ન ચાલી શકાય, એમ નહિ માનવું જોઈએ. ઉક્ત પ્રવૃત્તિઓમાં મુનિ નિમિત્ત બને છે, અને નિમિત્ત બનવાથી બચવું દેહ ધારણ અને વ્યવહારની સ્થિતિમાં સંભવ ક્યાં છે? જો મુનિ આ પ્રવૃત્તિઓમાં લિપ્ત ન થાય તો એની આસક્તિથી પોતાને બચાવી શકે છે. પ્રશ્ન ૩૫ઃ મહત્ત્વની વાત તો એ છે કે સચિત્ત તેઉકાયના લક્ષણો જેમાં દેખાય છે તેવી ઇલેક્ટ્રિસિટીમાં અને બલ્બ પ્રકાશમાં નિર્જીવતાનો નિશ્ચય અસર્વજ્ઞને કઈ રીતે થઈ શકે? માટે અસર્વજ્ઞ વ્યક્તિ તો તેવો વ્યવહાર ન જ કરી શખે. જો પોતાની પાસે રહેલી સાધન-સામગ્રી દ્વારા કોઈ પણ ચીજમાં નિર્જીવતાનો અભ્રાન્ત નિર્ણય ન થાય તો છદ્મસ્થ સાધક તે ચીજનો વપરાશઉપભોગ ઉત્સર્ગમાર્ગે ન જ કરી શકે – આવું જણાવવા માટે તો શ્રમણ ભગવાન મહાવીરે કેવલજ્ઞાનના બળથી તળાવના પાણીને અચિત્ત જાણવા છતાં પણ અત્યંત તૃષાતુર થયેલા સાધુઓને તે પ્રાસુક-નિર્જીવ જળ વાપરવા માટેની અનુજ્ઞા ન આપી. કારણ કે કેવળજ્ઞાનથી નિર્જીવ દેખાતું તે પાણી છદ્મસ્થ જીવ પાસે રહેલી જ્ઞાનસામગ્રી દ્વારા નિર્જીવ તરીકે નિશ્ચિત થઈ શકે તેમ ન હતું. તેમ છતાં જો તૃષાતુર સાધુઓને તે પાણી પીવાની ભગવાન છૂટ આપે તો ભવિષ્યકાળમાં અનેક જીવો પોતાની પાસે રહેલી સાધનસામગ્રીથી અચિત્ત તરીકે ન જણાતી ચીજ વસ્તુઓ પણ પ્રસ્તુત દષ્ટાન્તના આલંબનથી ઉત્સર્ગમાર્ગ વપરાશ કરવા માંડે તેવી ખોટી પરંપરા ઊભી થાય. પરમકૃપાળુ પરમાત્મા આવું કઈ રીતે થવા દે? માટે તેમણે તે અચિત્ત પણ પાણી પીવાની અનુજ્ઞા ન આપી. આ સમગ્ર ઘટના આચારાંગવૃત્તિમાં શ્રીશીલાંકાચાર્યે આ મુજબ દર્શાવેલ છે. 'कालतस्त्वचित्तता स्वभावतः स्वायुःक्षयेण वा, सा च परमार्थतोडतिशयज्ञानेनैव 228 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy