________________
ઊર્જાથી પરિણમન માત્ર જ સચિત્ત તેઉકાય છે, તો પછી શરીરમાં પણ થનારી યાંત્રિક ક્રિયાને સચિત્ત તેઉકાય માનવું પડશે.
શરીરમાં વિદ્યુત-ઊર્જાથી ચાલતી ગતિ આદિ યાંત્રિક ક્રિયામાં જેમ કોઈ પણ ઠેકાણે તેઉકાયની વિરાધના નથી થતી, એમ જ ઘડિયાળમાં પણ એવી વિરાધના નથી થતી, એ સ્પષ્ટ છે.
પ્રશ્ન ૩૨ : માઇકના એમ્પ્લિફાયર ઉપર લાગેલી લાઇટો અવાજના આરોહઅવરોહ સાથે ઝબૂક્યા જ કરે છે અને તેમાં અન્ય પણ લાઇટો ચાલુ હોય છે. એ સિવાય ટ્રાન્ઝિસ્ટર, રેજિસ્ટર, ડાયોડ્સ વગેરે પણ તેમાં લાગેલા હોય છે. તથા માઇક ચાલુ હોય ત્યારે એમાંથી અમુક પાર્ટ્સ તો પુષ્કળ ગરમ થાય છે જ. આ બાબત માત્ર માઇકના એમ્પિલફાયરમાં જ નહીં પરંતુ ઇલેક્ટ્રિસિટી આધારિત ફોન (મોબાઇલ પણ), ફેક્સ, કમ્પ્યૂટર, કેલ્ક્યુલેટર વગેરે તમામ વસ્તુમાં એક સરખી રીતે લાગુ પડે છે. તેમાંના ટ્રાન્ઝિસ્ટર ગમે તેટલા ઝીણા હોય તો પણ તે ગરમીનું તો ઉત્સર્જન કરે છે જ. આ બાબત વિજ્ઞાન અને અનુભવ બંને દૃષ્ટિએ નિર્વિવાદ છે. પેન્ટિયમ વગેરે કમ્પ્યૂટર્સની મુખ્ય ચિપ પણ ગરમ થાય જ છે. માટે જ તેને ઠંડી પાડવા માટે હીટ-સિન્ક અને પંખો લગાડવામાં આવે છે. આથી ત્યાં પણ જીવવિરાધના સ્પષ્ટ જ છે.
ઉત્તર ૩૨ : ઇલેક્ટ્રિસિટી સ્વયં નિર્જીવ છે. એવું સ્પષ્ટ સિદ્ધ થયા પછી પણ આ બધા સાધનોનું સાધુ સ્વયં સંચાલન કરી શકે છે, એમ માનવું ઠીક નથી. જે સાધનોના પ્રયોગમાં કોઈ પણ પ્રકારની હિંસા કરે, કરાવે, અનુમોદવાના રૂપમાં ન હોય તથા બીજા મહાવ્રતો, સમિતિ, ગુપ્તિની વિરાધના ન હોય, એવા સાધનોનો ઉપયોગ સાધુ પોતે કરે અથવા ન કરે, એ વ્યવહારનો પ્રશ્ન છે. ઉદાહરણાર્થ-સેલ દ્વારા સંચાલિત ઘડિયાળનો પ્રયોગ કરવામાં આવું ક્યાંયે નથી થતું, એટલે એ વર્જ્ય નથી. માઇક અથવા લાઇટ ગૃહસ્થોના ઉપયોગ માટે ગૃહસ્થ ચાલુ કરે, એમાં સાધુને દોષ કેવી રીતે લાગે? ફોન, ફેક્સ, ટેલેક્સ પણ વ્યવહારનો વિષય છે. જે જે વસ્તુઓ કલ્પનીય છે, એ બધું સાધુએ કરવું જરૂરી નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાઓના આધાર પર એનો પ્રયોગ નિર્દિષ્ટ થઈ શકે છે.
એ પ્રમાણે માઇક વગેરેનો પ્રયોગ પણ ગૃહસ્થ લોકો પોતાની સાંભળવાની સુવિધા માટે કરે છે. જેમ મંડપ સ્ટેજ આદિ સભાની સુવિધા માટે નિર્મિત હોય છે. એમ જ માઇક, લાઉડસ્પીકર, એમ્પ્લિફાયર વગેરેનો પ્રયોગ પણ ગૃહસ્થ
Jain Educationa International
223
For Personal and Private Use Only
www.jainelibrary.org