SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ઇલેક્ટ્રિક પ્રક્રિયામાં ફોટોનની પૌદ્ગલિક ઊર્જાનું જ રૂપાંતરણ ઈલેક્ટ્રોનના વિકિરણનું નિમિત્ત બને છે.૭૪ આગમોમાં જ્યારે સૂર્યના કિરણોના ફોટોનને નિર્જીવ પૌગલિક બતાવ્યું છે તથા એનો સ્પર્શ જો વર્ય નથી, તો એને (ફોટોનને) ઉત્તરકાલિક ગ્રંથોના આધાર પર સજીવ માનીને ઇલેક્ટ્રોનને પણ એના આધાર પર સજીવ બતાવવું આગમની માન્યતાનું જ ખંડન કર્યા બરાબર છે. સૂર્યકિરણોવાળા ફોટોન અને મીણબત્તી, દીવા અથવા અગ્નિના પ્રકાશના ફોટોનને વિજ્ઞાન શત-પ્રતિશત એકરૂપ-સમાન માને છે. તો પછી સૂર્ય પ્રકાશનો સ્પર્શ પણ વજ્ય માનવો જોઈએ. પ્રશ્ન ૨૯: અહિંસા અધ્યાત્માર્ગનો મૂળાધાર છે. માટે આરંભ-સમારંભ છોડવા એ દરેક સાધકનું મહત્ત્વનું કર્તવ્ય બની જાય છે. તમામ આરંભ ન છૂટી શકે તો પણ મહાઆરંભ તો નાના-મોટા દરેક સાધકે છોડવા જરૂરી બને છે. ઉપરોક્ત અનેક આગમ પ્રમાણોની સાક્ષીથી વિદ્યુતપ્રકાશ સચિત્ત સિદ્ધ થવાથી તેની વિરાધના છોડવી એ દરેક સાધકનું કર્તવ્ય બને છે. તદુપરાંત ષજીવનિકાયની વિરાધનામાં પણ અગ્નિકાયની વિરાધના મહાઆરંભ સ્વરૂપ હોવાથી અત્યંત ત્યાજ્ય બની જાય છે. ભગવતીસૂત્રમાં ભગવાન શ્રી મહાવીર સ્વામી કાલોદાયીને જણાવે છે કે 'जे से पुरिसे अगणिकायं उज्जालेड़ से णं पुरिसे महाकम्मतराए चेव, महाकिरियतराए चेव महासवतराए चेव महावयणतराए चेव ।....जे से पुरिसे अगणिकायं उज्जालेइ से णं पुरिसे बहुतरागं पुढाविकायं समारंभति, बहुतरागं आउक्कायं समारंभति, अप्पतरायं तेऊकायं समारंभति, बहुतरागं तसकायं समारंभति बहुतरागं वणस्सइकायं સમારંમતિ, વંદુતરા તસવાય સમારંમતિ” (ભગવતીસૂત્ર ૭મું શતક, ૧૦મો ઉદ્દેશો. સૂત્ર-૩૦૭) . મતલબ કે “અગ્નિકાયને સળગાવે છે તે જીવ ઘણા પૃથ્વીકાય, જલકાય વગેરે જીવોનો કચ્ચરઘાણ વાળે છે. માટે તે મહાકર્મ બાંધે છે, મહાઆરંભક્રિયા કરે છે, મહાઆશ્રવનો ભોગ બને છે, જજીવનિકાયને મહાવેદના આપે છે. આનાથી અગ્નિને સળગાવનાર, બલ્બ વગેરેને ચાલુ કરીને વિદ્યુતપ્રકશને ઉત્પન્ન કરનાર માણસ ખરેખર મહાઆરંભ જ કરે છે - તેવું સિદ્ધ થાય છે.”૭૫ આ જ રીતે આચારંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, નિશીથભાષ્ય, નિશીથસૂચૂર્ણિ, પ્રશ્ન વ્યાકરણસૂત્ર આદિમાં પણ અગ્નિકાયના મહા આરમ્ભ સમ્બન્ધી સન્દર્ભ પ્રાપ્ત છે.૭૬ 221 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy