SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ બતાવવું કેવી રીતે સંભવ થશે ? જ્યારે એ વાયુ નિષ્ક્રિય છે. સત્ય તો એ છે કે – ૧. ન પાતળી હવાનું અસ્તિત્વ બલ્બમાં છે. ૨. ન વાયરના માધ્યમથી કોઈ હવા ત્યાં પહોંચી શકે છે. ૩. ન ઓર્ગોન, નાઇટ્રોજન વગેરેને ગ્રહણ કરી બલ્બ મળે છે. પ્રશ્ન ૨૫: ‘વિજ્ઞાન દ્વારા તો મિનરલ વોટરને નિર્જીવ કહીને આપવામાં આવે, ઇંડાંને શાકાહારી કહીને આપવામાં આવે, ડુંગળી-લસણને ભક્ષ્ય (ખાવા યોગ્ય) કહીને આપવામાં આવે, પેપ્સીને (પીવા યોગ્ય) કહીને આપણને વહોરાવે તો શું આપણાથી તેને વાપરી શકાય? શું વિજ્ઞાન પાસે સજીવ-નિર્જીવ, ભક્ષ્યઅભક્ષ્ય, પેય-અપેય, ગમ્ય-અગમ્ય વગેરેની તાત્ત્વિક વ્યવસ્થા છે ખરી ? વિજ્ઞાન પાસેથી આ બધા પ્રશ્નોના જવાબ ક્યાંથી મળશે? વર્ષોથી જે સતત પરિવર્તનશીલ છે, જેના સિદ્ધાંતમાં અવાર-નવાર સુધારાવધારા થયા જ કરે છે, જે સ્વયં સંપૂર્ણ સત્યને નહિ પામી શક્યાનો એકરાર કરે છે તેવા આજના વિજ્ઞાનને ઓથેન્ટિક માનીને તેના સમીકરણ મુજબ શાસ્ત્રીય સત્યને માપવાના બદલે સર્વજ્ઞ ભગવંતે નિઃસ્વાર્થભાવે કરુણાદૃષ્ટિથી બતાવેલા શાસ્ત્રોને, શાસ્ત્રીય તથ્યોને, અતીન્દ્રિય પદાર્થોને સત્ય તરીકે હૃદયથી સ્વીકારીને સર્વજ્ઞકથિત તત્ત્વોની સાથે મોર્ડન સાયન્સ કેટલા અંશે અને કઈ રીતે શેક-હેન્ડ કરે છે ? આ બાબતની સૂક્ષ્મ દૃષ્ટિએ શોધખોળ કરવી તે જ સાચો-સલામત અને સરળ માર્ગ છે.”૬૮ ઉત્ત૨ ૨૫: આગમ અને વિજ્ઞાનમાં પરસ્પર ક્યાં સુધી સમન્વય થાય છે, ક્યાં સુધી નહીં - એ એક પોતાનો સ્વતંત્ર અન્વેષણનો વિષય છે. પણ કોઈ પણ વિષયની મીમાંસાને સત્યપરક બનાવવા માટે એ આવશ્યક છે કે અનેકાન્ત દૃષ્ટિકોણનો પ્રયોગ હોય અને એકાન્તિક આગ્રહના આધાર પર ચિંતન ન હોય, ભલે એ વિષય વિદ્યુતના સચિત્ત-અચિત્તનો હોય અથવા પદાર્થોના ભક્ષ્ય-અભક્ષ્ય વગેરેનો. જ્યારે આપણે કોઈ બિંદુ પર વિજ્ઞાનની દૃષ્ટિથી વિચાર કરીએ, તો એનો અર્થ એ કરી લેવો કે ‘આપણે એના (વિજ્ઞાનના) સમીકરણ અનુસાર શાસ્ત્રીય સત્યને માપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, એ ઠીક નથી.’ અમે પ્રારંભમાં જ આ વિષયમાં ઘણું સ્પષ્ટ કર્યું હતું કે જે વાત આગમપ્રમાણ દ્વારા સ્પષ્ટ છે, એને વિજ્ઞાનની ઓથેન્ટિસિટીની અપેક્ષા નથી, પણ જે વિષયો પર આગમમાં સ્પષ્ટતા નથી, એને વિજ્ઞાનના સંદર્ભમાં સમજવાની કોશિશ કરવામાં કોઈ આપત્તિ હોવી નહિ જોઈએ. સાથે જે અપેક્ષાઓથી જે તથ્ય Jain Educationa International 215 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy