SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ નકામા પારકર... એ જ મા -' 14 - - - ૨ વિષયમાં પહેલા જ સ્પષ્ટતા થઈ ગઈ છે. આ કથનથી તો એ સિદ્ધ થાય છે જો ઈલેક્ટ્રિસિટી અથવા બલ્બ-પ્રકાશ અગ્નિ નથી – ન નિરિન્ધન અગ્નિ, ન વિદ્યુત (lightning) રૂપ અગ્નિ, ન ઇંધણના આધાર પર બળવાની અગ્નિ. પ્રશ્ન ૨૪: “બીજી મહત્ત્વની વાત એ છે કે જીવસૃષ્ટિની ઉત્પત્તિ અને સ્થિતિ પણ વિવિધ પ્રકારે જોવા મળે છે. હવા, પાણી અને ખોરાકની આવશ્યકતા પણ અનેક પ્રકારે દેખાય છે. દા.ત. માણસ, માછલી અને મગર વગેરે પ્રાણીઓ ઑક્સિજનથી જીવે છે. પરંતુ તેમાં પણ ફરક છે. (૧) માણસ હવામાં ઑક્સિજન લે છે. (૨) જ્યારે માછલી પાણીમાંથી ઑક્સિજન લઈને આવે છે. પાણીની બહાર હવા-ઑક્સિજન પૂરતા પ્રમાણમાં હોવા છતાં પણ માછલીને પાણીની બહાર લાવવામાં આવે તો તે મરી જાય છે. પાણીમાં ઑક્સિજન હોવા છતાં પાણીમાં સામાન્ય માણસને ડૂબાડવામાં આવે તો તે માછલીની જેમ જીવવાના બદલે મરી જાય છે. (૩) જ્યારે દેડકો વગેરે ઉભયચર પ્રાણીઓ તો સાગર અને જમીન બંને સ્થળે પાણીમાં અને ખુલ્લી હવામાં ઑક્સિજન લઈને જીવે છે. તે જ રીતે ( અગ્નિકાયની બાબતમાં પણ સમજી શકાય છે. - પન્નવણાસૂત્રમાં અગ્નિકાયની સાત લાખ યોનિ બતાવવામાં આવેલ છે. સાત લાખ યોનિ વાળા તેઉકાયના જીવોમાંથી (૧) મીણબત્તી, અગરબત્તી, દીપક, ગેસ, લાકડા વગેરેનો અગ્નિ તો ખુલ્લા વાતાવરણમાંથી જ ડાયરેક્ટ મળી શકે તેવી હવાના આધારે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. માટે પ્રસ્તુતમાં “સળગતી મીણબત્તી, અગરબત્તી વગેરે ઉપર કાચનો ગ્લાસ ઊંધો વાળવામાં આવે તો થોડા સમયમાં તે કેમ ઓલવાઈ જાય છે? જો તારના માધ્યમથી બલ્બમાં વાયુ પહોંચી શકતો હોય તો ગ્લાસ અને જમીન વચ્ચેથી અંદર જઈ શકે તેવા વાયુથી મીણબત્તી કેમ સળગતી રહી ન શકે ?' - આવા પ્રશ્નને કોઈ જ અવકાશ રહેતો નથી. કારણ કે તમામ પ્રકારની પદ્ધતિથી મળતા સઘળા બાદર વાયુકાય અગ્નિઉત્પાદક હોય જ – તેવું આગમમાન્યરૂપે જણાતું નથી. બાકી તો “ખુલ્લી હવામાં રહેલા ઑક્સિજનના આધારે પાણીની બહાર માછલી લાંબો સમય કેમ જીવી ન શકે ? તથા પાણીમાં રહેલા ઓક્સિજનના આધારે દરિયામાં ડૂબેલો સામાન્ય માણસ લાંબો સમય કેમ જીવી ન શકે ?” -- આવી સમસ્યા મોં ફાડીને ઊભી રહે તેવી છે. સમસ્યાનું સમાધાન તો ઉભયપક્ષે સમાન જ આપી શકાય ને! તથાવિધ શારીરિક રચના=ઝાલરયુક્ત ફેફસાતંત્રની વિશિષ્ટ ગોઠવણ મુજબ માછલી જીવવા માટે પાણીમાંથી ઑક્સિજનને છૂટો પાડીને ગ્રહણ કરે છે. જ્યારે માણસ , , કે જેની ? < : + 211 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy