SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાયવાદનું નિરૂપણ છે. આ સિદ્ધાંતનો પ્રયોગ દર્શન અને ધ્યાન બંને ક્ષેત્રોમાં થાય છે. આચાર્ય કુંદકુંદ અનુસાર દ્રવ્ય જે ભાવમાં પરિણત થાય છે. તરત એ તન્મય બની જાય છે.૫૨ આત્મા જેવા ભાવમાં પરિણત થાય છે, તે એ ભાવની સાથે તન્મય થઈ જાય છે. આ ધ્યાનનો સિદ્ધાંત છે.' પૂર્વ પર્યાયમાં જે વનસ્પતિ-જીવનું શરીર હતું, એ અનિરૂપમાં પરિણત થઈને અગ્નિ-જીવનું શરીર બની જાય છે. આ ઉત્તરવર્તી પર્યાય છે. આ પર્યાયપ્રવાહનું એક નિદર્શન છે. કોઈ પણ દ્રવ્ય એક રુપમાં નથી રહેતું. એમાં પર્યાયનો પ્રવાહ સતત ગતિશીલ છે. એ સિદ્ધાંત અનુસાર વનસ્પતિ-જીવ, અપૂકાય-જીવ, પૃથ્વી-જીવ અને ત્રસકાય-જીવનાં શરીર અગ્નિ-જીવનાં શરીર-રૂપમાં બદલાઈ જાય છે. પર્યાય-પરિવર્તનથી થનારી ભાવાંતરની ચર્ચા જાય અને વૈશેષિક દર્શનમાં પણ મળે છે. અગ્નિના સંયોગથી પૃથ્વીમાં કંઈક ગુણ વિશેષનો પ્રાદુર્ભાવ (ઉત્પન્ન) થાય છે. એને “પાકજ ગુણ' કહેવાય છે. એમના અનુસાર પાણી, વાયુ અને અગ્નિમાં પાકજ ગુણ નથી હોતા. પાકજ ગુણ પરમાણુઓની અંદર પેદા થાય છે કે અવયવી દ્રવ્યમાં? આ પ્રશ્નને લઈને નૈયાયિકો અને વૈશેષિકોમાં મતભેદ છે. વૈશેષિકોનો મત છે કે અગ્નિનો સંયોગ થવાથી ઘડાના બધાં પરમાણું જુદાં જુદાં થઈ જાય છે અને પછી નવાં ગુણો ધારણ કરીને (પાકીને) એ ભેગાં થઈ જાય છે. આ મતનું નામ છે “પીલપાક' છે. નૈયાયિક આ મતનો વિરોધ કરે છે. તેઓનું કહેવું છે કે જો ઘડાના બધાં પરમાણુ જુદા જુદા થઈ જાય તો ઘડાનો વિનાશ જ થઈ ગયો. ફરીથી પરમાણુઓને જોડવાથી એક બીજા જ ઘડાનું અસ્તિત્વ માનવું પડશે. પણ પાકી જવાથી ઘડાના સ્વરૂ૫માં રંગ સિવાય બીજો કોઈ ફરક પડતો નથી. એને જોતાં જ આપણે તરત જ ઓળખીએ છીએ. એટલે એ ઘડાનો નાશ અને ઘટાંતરનું બીજા ઘડાનું) નિર્માણ માની ન શકાય. ઘડાના પરમાણું એવી રીતે ભેગા જ રહે છે, પણ એની વચ્ચે વચ્ચે જે છિદ્ર-સ્થળ (અવકાશ) હોય છે, એમાં વિજાતીય અગ્નિનો પ્રવેશ થવાથી ઘડાના રૂપમાં પરિવર્તન થાય છે. આ મતનું નામ પિઠરપાક' છે. જૈન દર્શનમાં પર્યાયાંતરે અથવા પરિણાંતરનો સિદ્ધાંત માન્ય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પુદ્ગલના ગુણ છે. એમાં પ્રયોગજનિત અને સ્વાભાવિક – બંને પ્રકારનું પરિવર્તન થાય છે. ઓદન આદિમાં અગ્નિના સંયોગથી થનારું પરિવર્તન 201 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy