SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ અને અગ્નિ દ્વારા તૈયાર કરાયેલી લોખંડની સોય આદિ વસ્તુઓ તથા રાખ, કોલસા વગેરે અચિત્ત તેઉકાય છે. ભગવતી સૂત્ર, શતક ૫, ઉદ્દેશક ૨ અનુસાર “ભંતે ! ઓદન, કુલ્માષ અને સુરા એને કયા જીવના શરીર કહેવાય છે ?” “ગૌતમ ! ઓદન, કુલ્માષ અને સુરામાં જે સઘન દ્રવ્ય છે, તે પૂર્વ પર્યાયપ્રજ્ઞાપનની અપેક્ષાથી વનસ્પતિ-જીવોનાં શરીર છે. એ પછી શસ્ત્રાતીત અને શાસ્રપરિણત તથા અગ્નિથી શ્યામલ, અગ્નિથી શોષિત અને અગ્નિરૂપમાં પરિણમન થાય પછી એને અગ્નિ જીવોનું શરીર કહેવાય છે. સુરામાં જે તરલ દ્રવ્ય છે, તે પૂર્વ પર્યાય-પ્રજ્ઞાપનની અપેક્ષાથી જળ-જીવોનું શરીર છે. એના પછી શસ્ત્રાતીત યાવત્ અગ્નિરૂપમાં પરિણત થયા પછી એમને અગ્નિ-જીવોનું શરીર કહી શકાય છે. “ભંતે ! લોખંડ, તાંબું, પતરું, સીસું, પથ્થર અને કસોટી - એ પૂર્વ પર્યાયપ્રજ્ઞાપનની અપેક્ષાથી પૃથ્વી-જીવોનાં શરીર છે. એ પછી શસ્રાતીત જ્યારે અગ્નિરૂપમાં પરિણત થાય ત્યારે એને અગ્નિ-જીવોનાં શરીર કહેવાય છે.” “ભંતે ! અસ્થિ (હાડકું), દગ્ધ (બળેલું) અસ્થિ, ચામડું, દગ્ધ ચામડું, રોમ, દગ્ધ રોમ, શિંગડાં, દગ્ધ શિંગડાં, ખરી, દગ્ધ ખરી, નખ અને દગ્ધ નખ એ કયા જીવોનાં શરીર કહેવાય છે?’ “ગૌતમ ! અસ્થિ, ચામડું, રોમ, શિંગડાં, ખરી અને નખ આ ત્રસ પ્રાણજીવોના શરીર છે. દગ્ધ અસ્થિ, દગ્ધ ચામડું, દગ્ધ રોમ, દગ્ધ શિંગડાં, દગ્ધ ખરી અને દગ્ધ નખ - એ પૂર્વ પર્યાય-પ્રજ્ઞાપનની અપેક્ષા ત્રસ-પ્રાણ જીવોનાં શરીર છે. એ પછી શસ્રતીત જ્યારે અગ્નિ-રૂપમાં પરિણત થાય છે ત્યારે એ અગ્નિ-જીવોના શરીર કહેવાય છે.” “ભંતે ! અંગાર, રાખ, ભુંસું અને છાણ - આ કયા જીવોના શરીર કહેવાય છે ?’ “ગૌતમ ! અંગાર, રાખ, ભુંસું અને છાણ એ પૂર્વ-પર્યાય-પ્રજ્ઞાપનની અપેક્ષાથી એકેન્દ્રિય જીવો દ્વારા પણ શરીર-પ્રયોગમાં પરિણમિત પણ છે, અને પંચેન્દ્રિય જીવો દ્વારા પણ શરીર પ્રયોગમાં પરિમિત છે. તે પછી એ શસ્રતીત જ્યારે અગ્નિ-રૂપમાં પરિણત થાય ત્યારે અગ્નિ-જીવોનાં શરીર કહી શકાય છે.” ભગવતી-ભાષ્યમાં આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ આ સૂત્રોની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે - “પ્રસ્તુત આલાપકમાં (ચર્ચામાં) પરિણામવાદ એટલે તદ્રુપ અથવા તન્મય Jain Educationa International 200 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy