SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ પન્નવણાસૂત્રની વ્યાખ્યામાં શ્રી મલયગિરિસૂરિજી મહારાજે પણ નરાવાસેપુ ૩પર્શીરામાનિ ૩૫પાતક્ષેત્રા' (પદ-૯ સૂ. ૧૫૦-પૃષ્ઠ. ૨૨૫) આવું કહીને નરકની ગરમી ત્યાંના ક્ષેત્રનો પરિણામ છે' - આમ જણાવેલ છે. તેનાથી સિદ્ધ થાય છે કે નરકની તે સ્વાભાવિક ગરમી પૃથ્વીકાયના જીવોનો ગુણધર્મ છે. ભગવતીસૂત્રના ૧૦મા શતકના બીજા ઉદેશાની ટીકામાં પણ શ્રીઅભયદેવસૂરિજી મહારાજે કહેલ છે કે “નારાનાં યદુપપરિક્ષેત્રે તદુખસ્પર્શરિણતમ્' (પૃષ્ઠ ૪૯૬) અર્થાત્ નરકમાં ઉપપાતક્ષેત્રની ઉષ્ણતા હોય છે. આ રીતે પૃથ્વીકાયના જીવનો જ તે ઉષ્ણ પરિણામ સાબિત થાય છે. પણ જીવના સહયોગ વિના તો ત્યાં ઉષ્ણ સ્પર્શ-દાહ વગેરે થઈ ન જ શકે. આટલું તો નિશ્ચિત જ છે. અહીં બીજી એક વાત કરી લેવી આવશ્યક છે કે ભગવતીસૂત્રમાં “ક્યરે णं भंते! अचित्ता वि पोग्गला ओभासंतिउज्जोवेंति तवेंति पभासेंति ? कालोदाई ! कुद्धस्स अनगारस्स तेयलेस्सा निसट्ठा समाणी दूरं गंता दूरं निपतड़ देसं गंता देसं निपतइ तहिं तहिं च णं सा निपतइ तहिं तहिं च णं ते अचित्तादि पोग्गला મોમાસંતિ નાવ માસંતિ' (ભગવતી. ૧/૧૦/૩૮૦) આવું કહેવાથી જે સ્વયં પ્રકાશે, બીજાને પણ પ્રકાશિત કરે, બીજાને તપાવે તથા પોતાના ઉત્પત્તિસ્થાનથી દૂર જઈને પડે અને બીજાને બાળે તેમ છતાં સ્વયં નિર્જીવ હોય તેવા પદાર્થ તરીકે તેજોલેશ્યાનો ઉલ્લેખ કરેલો છે. પણ વીજળી વગેરે અન્ય કોઈ પણ પદાર્થનો ઉલ્લેખ કરેલો નથી. જો વીજળી વગેરે પદાર્થો ક્યારેક અચિત્ત હોવાની સંભાવના હોય તો ભગવતી-સૂત્રમાં સર્વજ્ઞ ભગવંતે તેનો તે રીતે નિર્દેશ અવશ્ય કર્યો હોત. પરંતુ તેવા અચિત્ત પુદ્ગલરૂપે વીજળી વગેરેનો ઉલ્લેખ નથી કર્યો. આ ખાસ નોંધપાત્ર બાબત છે. વળી, તેજલેશ્યા અચિત્ત હોવા છતાં પણ તેજોલેશ્યાના પુદ્ગલોને ભેગા કરીને છોડે છે તો જીવ જ ને ! પરંતુ બલ્બમાં નથી તો તેજોલેશ્યા કે નથી તેનો લેશ્યાવાળા જીવો, કે જેના પ્રતાપે ત્યાં અચિત્ત પ્રકાશ-ગરમી વગેરે ઉત્પન્ન થઈ શકે. પ્રસ્તુતમાં જીવના સહકાર વિના તો બલ્બમાં પ્રકાશ કે ગરમી વગેરે કેવી રીતે પેદા થઈ શકે? કારણ કે “તમામ ઉષ્ણ પરિણામ જીવના પ્રયત્નથી જ ઉત્પન્ન થાય છે. આવું હમણાં જ આચારાંગ વ્યાખ્યા અનુસાર આપણે જાણેલ છે. બલ્બમાં તો આગિયા વગેરેની જેમ અથવા નરકમાં પૃથ્વીકાય વગેરેની જેમ અન્ય કોઈ 192 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy