________________
પ્રથમ પદમાં “મરી મસાજો મુવમોચા ફંદ્રનીને ' (૧/૧૫) આવું કહીને ઈન્દ્રનીલ વગેરે મણિઓ બાદર પૃથ્વીકાય જીવના ભેદરૂપે જણાવેલ છે. તેથી ઉદ્યોત નામકર્મના ઉદયથી રત્ન વગેરેનો પ્રકાશ પ્રગટે છે - આવું નક્કી થાય છે. આમ સાક્ષાત્ કે પરંપરાએ જીવનો સહકાર માન્યા વિના તો ક્યાંય પણ પ્રકાશ આવી જ ન શકે. પ્રકાશ વગેરે શક્તિ આત્માના વિશેષ પ્રકારના પ્રયત્નથી પ્રગટે છે – એવું આચારંગસૂત્રવૃત્તિમાં શ્રી શીલાંકરાચાર્યજીએ સુનિશ્ચિત અનુમાન પ્રમાણ દ્વારા જણાવેલ છે. આ રહ્યા તે શબ્દો “પ્રશશિન્ટરનમીયતે નીવયોવશેષાવિવિતા' (આ. નિર્યુક્તિ. ગાથા. ૧૧૮ વૃત્તિ) - સૂર્યપ્રકાશ ૧૦૦% નિર્જીવ છે, પણ તે જેમાંથી નીકળે છે તે તો સૂર્યમંડલગત સચિત્ત પૃથ્વીકાય જ છે - આમ પ્રથમ કર્મગ્રંથની (ગાથા-૪) ટીકામાં શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજે સ્પષ્ટપણે જણાવેલ છે. સૂર્યમાંથી નીકળતો ઉષ્ણપ્રકાશ તો સૂર્યમંડલગત પૃથ્વીકાયના જીવોના આતમનામકર્મના વિપાકોદયને આભારી છે. આતપનામકર્મનો ઉદય સૂર્યમંડલગત પૃથ્વીકાયના જીવોમાં જ હોય છે. આ વાત પન્નવણાસૂત્રવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીએ સ્પષ્ટપણે જણાવેલ છે. આ રહ્યા તે શબ્દો ‘તિદ્વપાવર માનુમકુર્તપુથિવીવાચળેવ' (૨૩૨/૫૪૦ વૃત્તિ)
જઠરાગ્નિ ભલે અચિત્ત હોય પણ માણસ તો જીવતો છે ને ! મરેલા માણસમાં તો જઠરાગ્નિ નથી જ રહેતો ને! જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી જ તે ખોરાકને પચાવી શકે છે. શરીરમાં જઠરાગ્નિની ઉષ્મા હોય કે તાવની ગરમી હોય, તે બંને જીવયુક્ત શરીરમાં જ હોય છે. મડદામાં નહિ. માટે તે જીવને જ આભારી છે. આ વાત આચારાંગસૂત્રની વ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજીએ નીચે મુજબ જણાવી છે “શ્વરોબ ગીવાયો નાતિવર્તતે, નીવાધિષ્ઠિતશરીરનુપાત્રેવ મવતિ' (અધ્યયન-૧ નિર્યુક્તિગાથા-૧૧૮ વૃત્તિ) અર્થાત્ તાવની ગરમી જીવના પ્રયત્ન વિના થતી નથી. જીવના પ્રયત્નની તે અપેક્ષા રાખે જ છે. કારણ કે તે જીવયુક્ત શરીરમાં જ જોવા મળે છે.
જો કેવળ પુદ્ગલને આધારે જઠરાગ્નિ વગેરે હોય તો મડદામાં પણ જઠરાગ્નિ-તાવ વગેરે જોવા મળવા જોઈએ. આચારાંગટીકામાં શ્રીશીલાંકાચાર્યજી તો સ્પષ્ટપણે જણાવે છે કે “સર્વોપાત્મિકથો પૂર્વ ચત ૩UT પરિમમત્વે તાત્રાનેાન્ત:' (પ્રથમ અધ્યયન-નિર્યુક્તિગાથા-૧૧૮ વૃત્તિ) અર્થાત્ તમામ ઉણપરિણામ જીવના પ્રયત્નને જ આભારી છે. તે પ્રયત્ન સાક્ષાત્ હોય કે પરંપરાએ હોય - તે વાત અલગ છે.
190
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org