________________
૨. જીવ અને પુદ્ગલનો સંબંધ
પરમાણુ પુદ્ગલથી લઈને અનંતા-અનંત પ્રદેશી કંધો (જેમાં અચિત્ત મહાકંધ વર્ગણા પણ છે) સુધી પુદ્ગલની અનેક વર્ગણાઓ છે. આમાંથી ત્રેવીસ વર્ગણાઓનું વર્ણન મળે છે.૧૧ આમાંથી ફક્ત પાંચ વર્ગણાઓ એવી છે જેને સંસારી જીવો ગ્રહણ કરી શકે છે.૧૨ ૧. આહાર-વર્ગણા ૨. તૈજસ-વર્ગણા ૩. ભાષા-વર્ગણા ૪. મનો-વર્ગણા અને ૫. કાર્મણ-વર્ગણા.
૧. આહાર વર્ગણા : આમાં ઔદારિક, વૈક્રિય, આહારક અને શ્વાસોચ્છ્વાસ વર્ગણાના પુદ્ગલ-સ્કંધોનો સમાવેશ થાય છે.
૨. તૈજસવર્ગણા : બધાં જ સંસારી જીવોની સાથે નિરંતર રહેવાવાળા સૂક્ષ્મ શરીર-અર્થાત્ તૈજસ શરીરનું નિર્માણ તૈજસ વર્ગણના પુદ્ગલોથી થાય છે.૧૩ વિજ્ઞાનની દૃષ્ટિએ ‘જૈવ વિદ્યુત' (Bio-electrocity) છે. એનો સંબંધ તેજસ વર્ગણા સાથે છે. પ્રાણીની લેશ્યાનો સંબંધ પણ તૈજસ વર્ગણા સાથે છે. વિજ્ઞાને આભામંડળ (photography)નું છાયાંકન કેમેરા દ્વારા કર્યું છે. આ ચિત્ર પ્રાણીના તૈજસ શરીર દ્વારા બનાવેલા એક “વિદ્યુત-ચુંબકીય-ક્ષેત્ર”ના રૂપમાં હોય છે. આભામંડળના પુદ્ગલો દ્રવ્ય લેશ્યાના પ્રતિબિંબ રૂપે છે. તે વિવિધ રંગના રૂપમાં પ્રગટ થાય છે. (આમ તો અજીવ પદાર્થના આભામંડળનું પણ છાયાંકન કરવામાં આવ્યું છે. સજીવ પ્રાણીનું આભામંડળ ભાવધારા (Electro-magnetic field) સાથે બદલાતું રહે છે, જ્યારે અજીવ પદાર્થનું આભામંડળ સ્થિર રહે છે, બદલાતું નથી.)
તૈજસ વર્ગણના પુદ્ગલસ્કંધો તૈજસ શરીરના રૂપમાં પાચનક્રિયા આદિ શારીરિક ક્રિયાઓના ઉપયોગમાં આવે છે, તથા વિશેષ લબ્ધિધારી વ્યક્તિને જે તૈજસ લબ્ધિ વૈજોલેશ્યાના રૂપમાં મળી હોય તો એમાં પણ આજ પુદ્ગલ સ્કંધોનો ઉપયોગ થતો હોય છે.
Jain Educationa International
7
For Personal and Private Use Only
www.jainelibrary.org