________________
પ૬
શ્રી સમયસાર
વર્ણાદિક વ્યવહારથી, જીવતણા કહેવાય; ગુણસ્થાનાંત ન નિશ્ચયે, કોઈ જીવના થાય. ૫૬
વ્યવહારનય પર્યાયાશ્રિત છે તેથી, કેસૂડાથી રંગાયેલા કપડાની સમાન, જીવ ને પુગલના સંયોગે જે બંધ પર્યાય છે તેને અવલંબીને પ્રવર્તતો, પરના ભાવને જીવના કહે છે; નિશ્ચયનય દ્રવ્યાશ્રિત છે તેથી માત્ર જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તતો, પરના સર્વ ભાવોને જીવના હોવાનું નિષેધે છે. તેથી વર્ણાદિથી અંતે ગુણસ્થાન સુધીના ભાવો વ્યવહારનયથી જીવના છે એમ કહેવાય છે અને નિશ્ચયનયથી જીવના નથી એમ કહેવાય છે. આ પ્રમાણે ભગવાનનું કથન સ્યાદ્વાદયુક્ત છે.
નિશ્ચયથી વર્ણાદિ જીવના કેવી રીતે નથી ? તે કહે છેएएहि य संबंधो जहेव खीरोदयं मुणेदव्वो । ण य हुंति तस्स ताणि दु उवओगगुणाधिगो जम्हा ॥५॥ વર્ણાદિકથી જીવને, નીર ક્ષીર સમ મેળ; ઉપયોગાધિક જીવમાં, તે સૌનો નહિ ખેલ. પ૭
જેમ પાણી ભેળવેલા દૂધને પાણી સાથે એક ક્ષેત્રાવગાહ સંબંધ છે, તો પણ દૂધના ગુણે કરી તે પાણીથી જાદું હોવાથી નિશ્ચયથી તાદાભ્ય સંબંધ નથી; તેમ વર્ણાદિ પુલપરિણામ સાથે જીવને એકત્રાવગાહ સંબંધ છે, છતાં આત્મા પોતાના ઉપયોગ ગુણ વડે અધિક-સર્વ અન્ય દ્રવ્યથી જુદો--હોવાથી તાદામ્ય સંબંધ નથી; અગ્નિ ને ઉષ્ણતાની સમાન આત્માનો ઉપયોગ સાથે તાદાભ્ય સંબંધ છે તેવી રીતે વર્ણાદિ સાથે તાદાભ્ય સંબંધ નથી; તેથી નિશ્ચયથી વર્ણાદિ પુદ્ગલનાં પરિણામ છે, આત્માનાં નથી.
વ્યવહારનય અન્યના ગુણોને અન્યમાં આરોપે એવો વિરોધી કેમ છે? તે કહે છે :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org