________________
શ્રી સમયસાર
૫૪
...
(૧૦) જે અપ્રીતિરૂપ દ્વેષ છે તે જીવનો નથી. (૧૧) જે તત્ત્વની અપ્રતિપત્તિરૂપ દર્શનમોહ છે તે ... જીવનો નથી. (૧૨) જે મિથ્યાત્વ અવિરતિ કષાય ને યોગ એ ચાર ભેદે પ્રત્યયો અથવા બંધહેતુ છે તે ... જીવના નથી. (૧૩) જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર ને અંતરાય એ આઠ ભેદે કર્મ છે તે ... જીવના નથી. (૧૪) જે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન એ છ પર્યાપ્તિ અને ઔદારિક, તૈજસ, કાર્મણ એ ત્રણ શરીરને યોગ્ય આહારની વર્ગણા અથવા નોકર્મ છે તે ... જીવનાં નથી (૧૫) જે ચોકસ શક્તિધારી પરમાણુના સમૂહરૂપ વર્ગ છે તે... ... જીવના નથી. (૧૬) જે વર્ગના સમૂહરૂપ વર્ગણા છે તે જીવની નથી. (૧૭) જે મંદતીવ્ર રસવાળા કર્મદલની વિશિષ્ટ રચનારૂપ સ્પÁકો છે તે ... જીવનાં નથી, (૧૮) જે સ્વપરના એકત્વ અધ્યાસથી થતા શુદ્ધચૈતન્ય પરિણામ સિવાયના અધ્યાત્મસ્થાનો છે તે ... જીવનાં નથી. (૧૯) જે ભિન્ન ભિન્ન પ્રકૃતિના રસપરિણામરૂપ અનુભાગ સ્થાનો છે તે ... જીવનાં નથી. (૨૦) જે કાય વાક્ મનો વર્ગણાના પરિસ્કંદરૂપ યોગસ્થાનો છે તે... જીવના નથી. (૨૧) જે ભિન્ન ભિન્ન પ્રકૃતિના પરિણામરૂપ બંધસ્થાનો છે તે ...જીવનાં નથી. (૨૨) જે પોતાનું ફળ આપવાને સમર્થ થયેલા કર્મની અવસ્થારૂપ ઉદયસ્થાનો છે તે ... જીવનાં નથી. (૨૩) જે ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્ય, સમ્યક્ત્વ, સંજ્ઞા અને આહાર એ ૧૪ ભેદે માર્ગણાસ્થાનો છે તે ... જીવનાં નથી. (૨૪) જે ભિન્ન ભિન્ન પ્રકારે અબાધા-અંતરકાલ સહિત કર્મની કાળ-મર્યાદારૂપ સ્થિતિ બંધસ્થાનો છે તે ... જીવનાં નથી. (૨૫) જે કષાયવિપાકની અધિકતારૂપ સંક્લેશસ્થાનો છે તે ... જીવનાં નથી. (૨૬) જે કષાયવિપાકની મંદતારૂપ વિશુદ્ધિસ્થાનો છે તે ... જીવનાં નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org