SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવાજીવ અધિકાર ૫૩ નથી જીવનાં રાગ કે, તેષ મોહ કે કર્મ; મિથ્યાત્વાદિ પ્રત્યય નહિ, તેમજ નહિ નોકર્મ. ૫૧ નથી જીવનાં સ્પર્ધકો, વર્ગ વર્ગણા કોય; નહિ આધ્યાત્મિકસ્થાન કે, રસસ્થાન નહિ હોય. પર નથી જીવનમાં કોઈ પણ, બંધ-યોગનાં સ્થાન; નહીં કોઈ તેનાં કદી, ઉદય-માર્ગણા સ્થાન. પ૩ સ્થિતિબંધ નથી જીવનાં, કે સંક્લેશ વિધાન; નહીં વિશુદ્ધિસ્થાન કે, સંયમલબ્ધિસ્થાન. ૫૪ જીવસ્થાન નથી જીવનાં, કે ગુણસ્થાન તમામ; નિશ્ચયથી એ તો બધાં, પુદ્ગલનાં પરિણામ. ૨૫ (૧) જે કાળો, નીલો, પીળો, લાલ ને ધોળો એ પાંચ ભેદે વર્ણ છે તે સર્વ પણ પુદ્ગલદ્રવ્ય-પરિણામપણે અનુભૂતિથી ભિન્ન હોવાથી જીવનો નથી. (૨) જે સુગંધ અને દુર્ગધ એ બે ભેદે ગંધ છે તે સર્વ પણ પુદ્ગલદ્રવ્ય પરિણામપણે અનુભૂતિથી ભિન્ન હોવાથી જીવનો નથી. (૩) જે કડવો, ખારો, તીખો, ખાટો ને ગળ્યો એ પાંચ ભેદે રસ અથવા સ્વાદ છે તે ... જીવનો નથી. (૪) જે સ્નિગ્ધ, રૂક્ષ, શીત, ઉષ્ણ, ભારે, હલકો, નરમ, કઠણ એ આઠ ભેદે સ્પર્શ છે તે જીવનો નથી. (૫) રસસ્પર્શાદિ જેમાં સામાન્યપણે રહ્યાં છે એવું જે રૂપ અથવા મૂર્તિ છે તે ... જીવનાં નથી. (૬) જે ઔદારિક વૈક્રિયિક, આહારક, તૈજસ ને કાર્યણ એ પાંચ ભેદે શરીર છે તે ... જીવનાં નથી. (૭) જે સમચતુરસ, ન્યગ્રોધ પરિમંડલ, સ્વાતિ, કુન્જ, વામન અને હૂંડક એ છ ભેદે સંસ્થાન છે તે...જીવનાં નથી. (૮) જે વજવૃષભનારાચ, વજનારા, નારાચ, અર્ધનારાય, કીલિકા અને અસંપ્રાપ્તાસૃપાટિકા એ છ ભેદે સંહનન છે તે . જીવનાં નથી. (૯) જે પ્રીતિરૂપ રાગ છે તે ... જીવનો નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy