________________
૧. જીવાજીવ અધિકાર
૫૧
છતાં સ્વસંવેદન બળથી જીવ નિત્ય આત્મા-પ્રત્યક્ષ છે, તોપણ તેને ઇન્દ્રિયથી જાણવામાં બાહ્ય ચિહ્નરૂપ અનુમેય માત્રનો અભાવ હોવાથી જીવ અલિંગગ્રહણ છે.
એ રીતે પુગલના ગુણોથી રહિત અને ઇન્દ્રિયથી અગોચર એવો જીવ ચેતના ગુણવાળો છે. તે આ પ્રકારે :
સમસ્ત વિવાદને હઠાવનાર ભેદવિજ્ઞાનીઓને સર્વસ્વ અર્પણ કરનાર, સંપૂર્ણ લોકાલોકને જાણવારૂપે કોળીઓ કરીને અત્યંત તૃપ્તિથી જાણે ધીમા શાંત થયેલા, સર્વકાળ લેશ પણ ચલાયમાન ન થતાં, તેમજ અનન્યસાધારણપણે, સ્વભાવભૂત અને સ્વયં અનુભવાતા એવા ચેતનાગુણ વડે નિત્ય અંતરમાં પ્રકાશતો હોવાથી જે ચેતનાગુણવાળો છે, તે જ ખરેખર ભગવાન અમલ આલોક (નિર્મળ દર્શનજ્ઞાનરૂપ) જગતમાં એક ટંકોત્કીર્ણ પ્રત્યમ્ જ્યોતિરૂપ જીવ છે.
માલિની सकलमपि विहायाह्नाय चिच्छक्तिरिक्त स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम् । इममुपरि चरंतं चारु विश्वस्य साक्षात्
कलयतु परमात्मात्मानमात्मन्यनंतम् ॥३५॥ ચૈિતન્યશક્તિથી રહિત એવા સર્વ પદાર્થોનો શીધ્ર ત્યાગ કરીને અને અત્યંત પ્રગટ એવી પોતાની ચૈતન્યશક્તિમાત્ર ભાવમાં પ્રવેશ કરીને, વિશ્વની રમણીયતામાં સર્વત્ર ઉપર જ તરી આવતું આ જે પરમૌત્મારૂપ અનંત આત્મતત્ત્વ છે, તેનો પોતાના આત્મામાં તમે સાક્ષાત્ અનુભવ કરો.
(કલશ ૩૫) ચૈતન્યથી અન્ય ભાવો પુદ્ગલમય છે એ વિષેની ગાથાઓનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org