________________
૧. જીવાજીવ અધિકાર
૪૯ - જો એમ જ છે, તો તે ટંકોત્કીર્ણ પરમાર્થ જીવ કેવા લક્ષણવાળો છે? તેના ઉત્તરમાં કહે છે.
अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसइं । जाण अलिंगग्गहणं जीवमणिदिट्ठसंठाणं ॥४९॥ સ્પર્શ-રૂપ-રસ-ગંધ વણ, જીવ ચેતનાવાન; શબ્દ વ્યક્તિ કે લિંગ વણ, અનિર્દિષ્ટસંસ્થાન. ૪૯
અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ, અશબ્દ, અવ્યક્ત, અલિંગગ્રહણ અને અનિર્દિષ્ટસંસ્થાન એવો તે જીવ ચેતના ગુણવાળો છે. તે આ રીતે :
જીવ (૧) પુદ્ગલદ્રવ્યથી ભિન્ન છે, તેથી તેનામાં રસ ગુણનો અભાવ હોવાથી અરસ છે. (૨) પુદ્ગલદ્રવ્યના ગુણોથી ભિન્ન છે તેથી પોતે રસ ગુણરૂપે ન થવાથી અરસ છે. (૩) પરમાર્થથી તેને પુલના સ્વામીપણાનો અભાવ છે તેથી દ્રવ્યેન્દ્રિયના અવલંબનથી રસને ગ્રહણ કરતો ન હોવાથી અરસ છે. (૪) સ્વભાવથી તેને ક્ષાયોપથમિક ભાવનો પણ અભાવ છે તેથી ભાવેન્દ્રિયના અવલંબનથી પણ પોતે રસને ગ્રહણ કરતો ન હોવાથી અરસ છે. (૫) સકલ સાધારણ એક સંવેદન પરિણામ સ્વભાવવાળો છે, તેથી માત્ર રસવેદના પરિણામને પ્રાપ્ત થઈને પોતે રસને ગ્રહણ કરતો ન હોવાથી અરસ છે. (૬) સંપૂર્ણ શેયને જ્ઞાયક સાથે તાદાભ્યનો નિષેધ છે, તેથી રસને જાણવામાં પરિણમેલો છતાં પોતે રસરૂપે પરિણમતો ન હોવાથી અરસ છે. 1 ઉપર જે રીતે આત્મા અરસ હોવામાં છ કારણો કહ્યાં તે જ રીતે “રસને ઠેકાણે અનુક્રમે “રૂપ' “ગંધ “સ્પર્શ” અને “શબ્દ” મૂકીને આત્મા અરૂપ છે, અગંધ છે, અસ્પર્શ છે, અશબ્દ છે એમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org