SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમયસાર શરીરથી જીવનો એકાન્ત ભેદ દર્શાવતાં ત્રસસ્થાવર જીવોને ભસ્મની જેમ નિ:શંકપણે મસળી નાખનારને હિંસાના અભાવનો પ્રસંગ આવે. હિંસાના અભાવથી કર્મબંધનો અભાવ થાય, તેથી રાગીષીમોહી જીવને કર્મથી બંધાવા મુકાવાનો અભાવ થાય. એ રીતે રાગદ્વેષ મોહથી જીવને સર્વથા ભિન્ન માનતાં મોક્ષઉપાયના ગ્રહણનો અભાવ થાય, તેથી મોક્ષનો પણ અભાવ થાય. તેમ ન થવા માટે વ્યવહારથી ઉપદેશતાં શ્રી જિને તે અધ્યવસાનાદિ ભાવો જીવપણે કહ્યા છે. તે વ્યવહાર કયા દ્રિત પ્રવર્તે છે? તે કહે છે -- राया हु. णिग्गदो त्ति य एसो बलसमुदयस्स आदेसो । ववहारेण दु उच्चदि तत्थे को णिग्गदो राया ॥४७॥ एमेव य ववहारो अज्झवसाणादि अण्णभावाणं ।। जीवो त्ति कदो सुत्ते तत्थेको णिच्छिदो जीवो ॥४८॥ નરપતિ વિસ્તૃત સૈન્યસહ, નીકળે નગર બહાર; નૃપ એક આ નીકળ્યો, જેમ કહે વ્યવહાર. ૪૭ તિમ અધ્યવસાનાદિને, જીવ કહે વ્યવહાર; પણ નિશ્ચયથી સૂટમાં, જીવ એકરૂપ સાર. ૪૮ જેમ આ રાજા પાંચ યોજન વ્યાપીને નીકળ્યો છે, એ કથનમાં એકલા રાજાને પાંચ યોજન વ્યાપવું અશક્ય છતાં સૈન્યસમુદાયમાં રાજા” એમ કહેવાનો લોકવ્યવહાર છે, પણ વાસ્તવિક પરમાર્થથી તો ત્યાં રાજા એક જ છે; તેમ જીવ સમગ્ર રાગાદિ સમુદાયમાં વ્યાપીને પ્રવર્તે છે, એમ કહેવામાં એક જીવને રાગાદિ સમગ્ર સમુદાયમાં વ્યાપવું અશક્ય છતાં અધ્યવસાનાદિમાં “જીવ” એમ કહેવાનો વ્યવહાર છે, પણ પરમાર્થથી તો જીવ એક જ છે એમ આગમમાં કહ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy