________________
૧. જીવાજીવ અધિકાર
૪૭
આઠેય કર્મો પુદ્ગલ, એમ કહે જિનરાય; જેના ઉદયવિપાકનું, ફળ કેવળ દુઃખદાય. ૪૫
અધ્યવસાનાદિને ઉત્પન્ન કરનાર જે આઠ પ્રકારનાં કર્મ છે તે સર્વ પુદ્ગલમય છે, એમ સર્વજ્ઞના જ્ઞાનમાં જણાય છે. તે કર્મ અમુક વખત સત્તામાં રહીને પરિણમતાં ફળ આપવાયોગ્ય થાય છે, ત્યારે ઉદયાવલિમાં પ્રવેશ કરે છે. એ રીતે જાનાં કર્મ સમય સમય ઉદય આવીને રસ આપે છે, તે કર્મના ફળ કહેવાય છે. તે સર્વ ફળ અનાકુળ લક્ષણવાળા સુખ નામના આત્માના સ્વભાવથી વિલક્ષણ હોવાથી ખરેખર દુઃખ છે. એ દુઃખરૂપ કર્મના ફળમાં જ આકુળતા લક્ષણવાળાં અધ્યવસાનાદિ સર્વે સમાય છે. તેથી જ્યાં રાગદ્વેષ હોય ત્યાં ચેતન હોય. એરૂપ ચેતન સાથેના અન્વયસંબંધથી એકરૂપ ભાસવા છતાં તે અધ્યવસાનાદિ ચેતનસ્વભાવવાળાં નથી, પરંતુ પુદ્ગલસ્વભાવવાળાં છે.
જો તે અધ્યવસાનાદિ પુદ્ગલસ્વભાવવાળાં છે તો પછી તેને જીવપણે કેમ કહ્યાં છે ? તે કહે છે - ववहारस्स दरीसणमुवएसो वण्णिदो जिणवरेहिं । . जीवा एदे सव्वे अज्झवसाणादओ भावा ॥४६॥ .. અધ્યવસાનાદિક સહુ, ભાવો ચેતનરૂપ; વ્યવહારે ઉપદેશતાં, વર્ણવતા જિનભૂ૫. ૪૬
આ અધ્યવસાનાદિ સર્વે ભાવો જીવ છે એમ જે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે, તે અભૂતાર્થ એવા વ્યવહારનયનું કથન છે. જેમ સ્વેચ્છને સ્વેચ્છભાષા વડે અર્થ સમજાવવો જરૂરનો છે, તેમ વ્યવહારીજનોને પરમાર્થ પ્રેરે એવો વ્યવહાર, અભૂતાર્થ છતાં, તીર્થ પ્રવૃત્તિ નિમિત્તે દર્શાવવો ન્યાયયુક્ત છે. તે વિના માત્ર નિશ્ચયથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org