________________
૪૬
શ્રી સમયસાર
૨ થી ૭ જ્ઞાનીને કર્મરહિત શુદ્ધ આત્માનો અનુભવ સ્વયં થાય
છે. તેવી જ રીતે દેહ રહિત, અધ્યવસાનનાં સંતાન રહિત, પુણ્યપાપ રહિત, અનુભાગ રહિત, શાતા-અશાતા રહિત ને કર્મના સંયોગ રહિત શુદ્ધ આત્માનો જ્ઞાનીને સ્વયં અનુભવ થાય છે.
વળી જેમ ખાટલામાં સૂનારો જુદો છે, તેમ આઠ કર્મથી " જુદો આત્મા જ્ઞાની સ્વયં અનુભવે છે.
આ પ્રમાણે અધ્યવસાનાદિ સર્વ પુદગલમય છે અને ચેતનરૂપ આત્મા તેથી ભિન્ન છે. તેમ છતાં તે વિષે વિવાદ કરનારા પ્રત્યે શાંતિપૂર્વક કહેવું જોઈએ કે :
માલિની विरम किमपरे णाकार्यकोलाह लेन स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम् ।। हृदयसरसि पुंसः पुद्गलाद्भिन्नधाम्नो ननु किमनुपलब्धिर्भाति किंचोपलब्धिः ॥३४॥ હે ભાઈ ! વૃથા વિવાદ કરવાથી શાંત થા. એક છ મહિના તું પોતે જ પોતાના લીન થઈને અંતરમાં જ કે તારા હૃદય-સરોવરમાં પુદ્ગલથી ભિન્ન ચૈતન્યતેજ રૂપ આત્માની પ્રાપ્તિ તને ભાસે છે કે નહીં? (કલશ ૩૪).
અધ્યવસાનાદિ કથંચિત્ આત્મા સાથે સંબંધવાળાં છતાં તેને પુદ્ગલમય કેમ કહ્યાં ? ઉત્તર -
अट्ठविहं पिय कम्मं सव्वं पुग्गलमयं जिणा विति । जस्स फलं तं वुच्चइ दुक्खं ति विपच्चमाणस्स ॥४५॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org