SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શ્રી સમયસાર एवंविहा बहुविहा परमप्पाणं वदंति दुम्मेहा । ते ण परमट्ट वाई णिच्छयवाईहिं णिद्दिट्ठा ॥४३॥ અનેક જે અજ્ઞાની જન, જાણે નહિ ચિહ્નર્મ; નિજમતિવશ તે અન્યથા, કથે જીવના ધર્મ. ૩૯ આત્મા અધ્યવસાન છે, તથા કર્મ નોકર્મ; તીવ્ર મંદ અનુભાગ તે, સર્વ જીવના ધર્મ. ૪૦ કર્મોદય પણ જીવ છે, જીવ કર્મ-રસ જાણ; કર્મ જીવ મળી જીવ છે, માને કોઈ અજાણ. ૪૧ આ સંસારે જે સતત, આઠ કર્મ સંયોગ; તે જ જીવ નહિ અન્ય કો, જીવ તણો ઉપયોગ. ૪૨ એમ કહે દુર્બુદ્ધિ બહુ, આત્મા વિષે અસત્ય; તે પરમાર્થવાદી નહિ, કહે સુજ્ઞાની સત્ય. ૪૩ આત્માના અસાધારણ લક્ષણને ન જાણનાર અનેક રીતે આત્માને મિથ્યા કહ્યું છે. ૧. રાગદ્વેષથી મલિન થયેલાં અધ્યવસાન જે કુદરતી અનુભવાય છે તે જ આત્મા છે, કેમકે જેમ કોલસો કાળાશ વિના નથી, તેમ કષાયરહિત આત્મા અનુભવાતો નથી. ૨. અનાદિ અનંત પૂર્વાપર સંતતિથી ભવમાં ભ્રમણ કરતાં કર્મ જ જીવ છે, કેમકે કર્મથી જુદો આત્મા જણાતો નથી. ૩. નવું-જૂનું થતું શરીર અથવા નોકર્મ એ જ જીવ છે, કેમકે શરીરથી જાદો આત્મા જણાતો નથી. ૪. તીવ્ર મંદ અનુભવના ભેદવાળા જે અનંત રાગાદિ અધ્યવસાનના સંતાનરૂપ અનુભાગ (કર્મફળ) છે તે જ જીવ છે, કેમકે પ્રત્યેક સમયે થતા કર્મભાવથી જુદો આત્મા જણાતો નથી. For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy