SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવાજીવ અધિકાર ૪૩ અજીવ અધિકાર અહીં જીવઅજીવ બન્ને એકરૂપ થઈને રંગભૂમિમાં પ્રવેશ કરે છે. તેઓને ભિન્ન ભિન્ન ઓળખનાર સભ્યજ્ઞાન છે; તેથી આદિમાં મંગલરૂપે સમ્યજ્ઞાનની પ્રશંસા કરે છે. શાર્દૂલવિક્રીડિત जीवाजीवविवेकपुष्कलदृशा प्रत्याययत्पार्षदान् आसंसारनिबद्धबंधनविधिध्वंसाद्विशुद्धं स्फुटत् । आत्माराममनंतधामसहसाध्यक्षेण नित्योदितं धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनोह्लादयत् ॥३३॥ જીવાજીવના વિવેકરૂપ વિસ્તીર્ણ દૃષ્ટિથી સભાજનોને પ્રતીતિ કરાવતું, અનાદિનિબદ્ધ બંધની વિધિને વિધ્વંસ કરવાથી સ્પષ્ટપણે વિશુદ્ધ થયેલું અને આત્માનું આરામસ્થાન એવું આ સમ્યજ્ઞાન અનંત તેજરૂપે એકાએક પ્રત્યક્ષ થઈને હવે નિત્યપ્રગટ, ધીર, ઉદાર અને નિરાકુળપણે મનને આનંદ આપતું શોભી રહ્યું છે. (उाश 33 ) જીવઅજીવ એકરૂપે કેવી રીતે મનાય છે ? તે કહે છે - अप्पाणमयाणंता मूढा दु परप्पवादिणो केई । जीवं अज्झवसाणं कम्मं च तहा परूविंति ॥३९॥ अवरे अज्झवसाणेसु तिव्वमंदाणुभागगं जीवं । मण्णंति तहा अवरे णोकम्मं चावि जीवोत्ति ॥ ४० ॥ कम्मस्सुदयं जीवं अवरे कम्माणुभागमिच्छति । तिव्वत्तणमंदत्तणगुणेहिं जो सो हवदि जीवो ॥ ४१ ॥ जीवो कम्मं उहयं दोण्णिवि खलु केवि जीवमिच्छति । अवरे संजोगेण दु कम्माणं जीवमिच्छंति ॥४२ ॥ For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy